Home» Women» Home Decor» Tips for refrigerator cleaning

ફ્રિઝમાં આવતી દુર્ગંધથી બચવાના ઉપાયો

જીજીએન ટીમ દ્વારા | September 10, 2012, 07:23 PM IST

અમદાવાદ :

નીલાને ઘર ચોખ્ખુંચણાક જોઈએ. તેના ઘરનાં બારી-બારણાથી માંડીને ફર્નિચર એકદમ સાફ હોય અને ચમકતું હોય. નીલાના ટીવી કે ફ્રિઝ ઉપર ક્યારેય તમે જરા સરખી પણ રજ કે કચરો ચોંટેલો ન જોવા મળે !  પરંતુ હમણાથી નીલા જ્યારે ફ્રિઝ ખોલે ત્યારે ફ્રિઝમાંથી દુર્ગંધ મારતી હતી. ચોખ્ખાઈની આગ્રહી નીલા આ દુર્ગંધથી પરેશાન થઈ ગઈ હતી.

નીલાની જેમ જ દરેક સ્ત્રી તેના ઘરની સજાવટ સાથે ઘરના ખૂણેખૂણાની તથા હોમ એપ્લાયન્સીસની ચોખ્ખાઈ ઇચ્છે છે. આજની હોમમેકર પોતાની કાર્યકુશળતાથી ઘરની ચોખ્ખાઇમાં નિપુણતા મેળવતી હોય છે. તેમ છતાં એવું બનતું હોય છે કે તમે ફ્રિઝનો દરવાજો ખોલો અથવા તો રસોડાની સિંક પાસે જાવ ત્યારે અણગમતી વાસથી તમારું માથું દુખી જાય છે. જો વારંવાર આવું થતું હોય તો આ ટિપ્સ અપનાવો અને તમારા ફ્રિઝને દુર્ગંધમુક્ત કરો.


વસ્તુઓ ઢાંકીને રાખવી

ફ્રિઝ એ કોઈ પણ વસ્તુ કે ખાદ્યપદાર્થ મૂકી દેવા માટેનું કબાટ નથી. એટલે ફ્રિઝમાં મૂકવા યોગ્ય વસ્તુઓ જ મૂકવી. જ્યારે પણ ફ્રિઝમાં કંઇ પણ મૂકો ત્યારે તેને બરાબર બંધ કરીને મૂકો. આમ કરવાથી વસ્તુની સ્મેલ આખા ફ્રિઝમાં નહીં ફેલાઈ જાય.


યોગ્ય વસ્તુ યોગ્ય ખાનામાં મૂકો

ફ્રિઝમાં શાકભાજી, બટર, ચોકલેટ, માખણ, ઇંડાં, કોલ્ડડ્રિંક્સ માટે અલગ અલગ ખાનાની વ્યવસ્થા હોય જ છે.  એટલે આડેધડ વસ્તુઓ મૂકવાને બદલે યોગ્ય ખાનામાં યોગ્ય વસ્તુઓ અને ખાદ્યપદાર્થ મૂકવા. શાકભાજી સાથે ચોકલેટ કે રાંધેલો ખોરાક વગેરે મૂકશો તો આ બધી વસ્તુઓની સ્મેલ ભેગી થઇને ફ્રિઝમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે.


વાસી ખોરાક ન રાખવો

ફ્રિઝમાં ક્યારેય પણ બે-ત્રણ દિવસનો વાસી ખોરાક ન રાખવો જોઈએ. તેમાં બેક્ટેરિયા તો ઉત્પન્ન થાય છે અને ફ્રિઝમાંથી વાસ પણ આવે છે.


બેકિંગ સોડા

બેકિંગ સોડા રસોડા માટે ખૂબ જ ઉપયોગી પાઉડર છે. કોઈ પણ વાસણની સફાઇ તે સરળતાથી કરે છે. એક કપમાં થોડો બેકિંગ સોડા ભરીને રાખી મૂકવો. આમ કરવાથી ફ્રિઝમાંથી આવતી બધી વાસ દૂર થઈ જાય છે.


નિયમિત સફાઈ

જેમ તમે ફ્રિઝને રોજ બહારથી સાફ કરો છો તેમ અંદરથી પણ સફાઈ કરવી જોઈએ. ફ્રિઝને દર પંદરથી વીસ દિવસે વ્યવસ્થિત સાફ કરવું જોઈએ. જો ફ્રિઝને ઘણાં વર્ષો થઈ ગયાં હોય અને તે જાતે ડિફ્રોસ્ટ ન થતું હોય તો તેને મેન્યુઅલી ડિફ્રોસ્ટ કરવાનું રાખો.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %