
જામનગર પોલીસે ગત વર્ષે શરૂ કરેલી મહિલા પોલીસ હેલ્પ લાઇનની મદદ માંગવામાં સ્ત્રીઓએ નિરક્ષતા બતાવતા પોણા વર્ષે માત્ર ૩૧ સ્ત્રીઓએ પોલીસની મદદ લીધી હોવાની સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ હેલ્પ લાઇનનું સંચાલન મહિલા પોલીસને સોપાયા બાદ મદદની સંખ્યામાં વધારૂો થયો છે. અત્યાચારનો ભોગ બનનાર મહિલાઓ આ સેવાનો વધુને વધુ ઉપયોગ કરીને ન્યાય મેળવવા પોલીસે ભરોસો આપ્યો છે.
દિલ્હીની નર્ભિયા અને મુંબઇની ફોટો જર્નાલીસ્ટ પર થયેલા સામુહિક બળાત્કાર પ્રકરણે સમગ્ર દેશને હચમચાવી મૂકયો હતો. આ બનાવ બાદ આખા દેશમાં ઉગ્ર દેખાવો સાથે લોકો રસ્તા પર આવી જતા દિલ્હી સહિતની તમામ રાજય સરકારોએ મહિલાઓની મદદ કરવા માટે હેલ્પ સેન્ટરો શરૂ કર્યા હતાં.
ગુજરાત સરકારે પણ આ દિશામાં મહત્વનું પગલુ ભરી જિલ્લા સેન્ટરે હેલ્પ સેન્ટરો શરૂ કર્યા હતાં. જામનગર પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૩નાં જુન માસની ૧૬મી તારીખથી બે અલગ મોબાઇલ નંબરો જાહેર કરી મહિલા હેલ્પ લાઇન શરૂ કરી હતી. પ્રથમ છ માસ સુધી આ હેલ્પ લાઇનનું સંચાલન જિલ્લા પોલીસ કન્ટ્રોલ કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ નવેમ્બર માસમાં આ હેલ્પ લાઇનનું સુકાન મહિલા પોલીસ સ્ટેશનને સોપાયું હતું. આ સેવાને કાર્યરત કરાયાના પોણા વર્ષ જેટલા સયમગાળામાં માત્ર ૩૧ મહિલાઓએ પોલીસની મદદ માંગી હોવાનું સતાવાર જાણવા મળ્યું છે. જેમાં મોટાભાગના કોલ પતિઓ દ્વારા અત્યાચારનો ભોગ બનેલી પરિણીતાઓએ કર્યા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.
પોણા વર્ષમાં પ્રસસનીય અને ઉપયોગી સેવાનો લાભ લેવામાં મહિલાઓએ નિરસતા બતાવી છે ? કે પછી આ સેવાનો પ્રચાર કરવામાં તંત્ર ઉણુ ઉતર્યુ છે ? કે પછી પોલીસ કાર્યવાહીનો ડર જવાબદાર છે ? આ બધી બાબતો વચ્ચે પણ મહિલાઓ પોલીસ મદદ માગવાથી દૂર રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ઉમદા ઉદેશ્યથી શરૂ કરવામાં આવેલી આ સેવાનો લાભ લેવા અત્યારચારનો ભોગ બનેલ મહિલાઓ સામે આવે એમ જણાવી પોલીસે ન્યાય આપવાની ખાત્રી આપી હતી.
જિલ્લામાંથી પણ મદદ માગવામાં આવી
મહિલા હેલ્પ સેન્ટર માત્ર શહેર પુરતુ મર્યાદીત નથી એમ જણાવી મહિલા પેાલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ આર.એમ. રાઠોડે ઉર્મેયુ હતું કે જિલ્લા ઉપરાંત દ્વારકા જિલ્લામાંથી પણ અમુક મહિલાઓએ આ સેવાનો લાભ લીધો છે. અમે પણ આ મહિલાઓની ત્વરીત મદદ કરી જ છે.
આ રહ્યા હેલ્પલાઇન નંબર
૦૨૮૮-૨પપ૮૩૯૯, ૭પ૬૭૭૩૪૩૪૩, ૭પ૬૭૭૩પ૩પ૩
AI/RP
Reader's Feedback: