Home» Gujarat» Other» Theft in jamnagar

જામનગરમાં દર ત્રીજા દિવસે ચોરીનો એક બનાવ

જીજીએન ટીમ દ્વારા | April 17, 2014, 12:52 PM IST

જામનગર :

જામનગર શહેરમાં છેલ્લા બે વર્ષથી ચોરી, લૂંટ, તફડંચી, ચીલઝડપના બનાવો વધ્યા છે. જો કે, તેનું કારણો એ પણ હોઇ શકે કે એકતરફ તસ્કરોની ચાલાકી વધી હોય અને બીજી તરફ પોલીસની ધાક ઓછી થઇ હોય, કેમ કે નગરમાં રોજ એક સાદી અને દર ૩ દિને એક ઘરફોડ ચોરી થાય છે. પરંતુ પોલીસ વિભાગએ એવું આશ્વાસન લીધું છે કે, ગત વર્ષની સરખામણીએ ચોરીનુ પ્રમાણ ઘટયું છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૪માં જાન્યુઆરી-ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન મળીને જામનગરમાં કુલ ૪૦ ઘરફોડ ચોરી અને ૮૪ સાદી ચોરીઓ રેકર્ડ ઉપર નોંધાઇ છે. જેમાં રોકડ, દાગીના, મોબાઇલ સહિ‌તના સાધનો વગેરે ચોરાયા છે. જિલ્લા પોલીસ મથકના સુત્રોના જણાવ્યા મુજબ ગત કેલેન્ડર વર્ષ-૨૦૧૩માં ઘરફોડ ચોરીઓ ૪૮થી વધુ અને સાદી ચોરીઓ ૯૨થી વધુ હતી જેથી આ વર્ષે પ્રમાણ ઘટયું છે. બીજી તરફ પોલીસ વિભાગ સર્વે કરીને નાઇટ પેટ્રોલીંગ, નાઇટ પોઇન્ટ હજુ વધારે તથા સાથે-સાથે લોકો પણ વધુ એલર્ટ રહે તેની જરૂર છે. એકંદર તંત્રની આ બાબતે વધુ સતર્કતા રહે તે જરૂરી છે.

ખાસ કરીને શિયાળામાં જયારે ઠંડીની સીઝન હોય છે. ત્યારે લોકો કામ-ધંધા પણ વહેલા આટોપી લે છે અને રાત્રે સુઇ જાય ત્યારે પણ ઉંઘ ગાઢ હોય છે. ત્યારે ઘર-દુકાન કે કારખાના વગેરેમાંથી નાની-મોટી ચોરીના બનાવ વધે છે. તો વળી ઉનાળામાં ગરમીના કારણે મોડે સુધી બારી-દરવાજા ખુલ્લા હોય અને ઉંઘ ચઢી જાય તો વધુ બંધ કરવાનું રહી પણ જાય તે બેદરકારી પણ નડે, તેમ પોલીસ વિભાગના તપાસનીસ કર્મચારીઓનું તારણ છે.

જામનગર જિલ્લા પોલીસ વિભાગએ પરિપત્ર કર્યો છે કે જે તે પોલીસ સ્ટેન વિસ્તારના મકાન-દુકાન-ઓફીસ જે રેગ્યુલર ઉપયોગમાં હોય અને ૨૪ કલાકથી વધુ સમય માટે બંધ રાખવાનું હોય, બહારગામ જવાનું હોય તો લગત પોલીસ સ્ટેશનમાં જાણ કરી આપવી ફરજિયાત છે. જેથી પોલીસ વિભાગ જે તે વિસ્તારમાં પેટ્રોલીંગ વગેરે વધારી શકે.

જયારે દુકાન, કારખાનુ, ઓફીસ છોડીને જતા હોય ત્યારે નાણા, કિંમતી વસ્તુઓ દાગીના, મોબાઇલ, લેપટોપ પણ સાથે લઇ જવા અથવા લોક એન્ડ કીમાં રાખવા, આવી પર્સનલ કંઇપણ ચીજવસ્તુઓ રેઢી ન મુકવી તેમજ ઘરમાં પણ અંદર હોઇએ ત્યારે કે બહાર જઇએ ત્યારે યોગ્ય રીતે બારી-દરવાજા બંધ કરી લોક કરવા.

AI/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %