છેલ્લા સાત વર્ષથી ટોરે કાર્ડ દ્વારા લોકોને સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપનાર ટેરો કાર્ડ રિડર શ્વેતા ખત્રીએ ટેરો કાર્ડ પર આધારિત પ્રથમ ગુજરાતી પુસ્તક લખ્યું છે. જેમાં ટેરો કાર્ડ અંગેની વિશદ માહિતી તથા જુદા જુદા ટોરો કાર્ડના અર્થ પણ આપવામાં આવ્યા છે. તાજેતરમાં આ પુસ્તકનું વિમોચન ગોટિઝ ઇન્ફ્રાટેક લિમિટેડના ચેરમેન રમેશભાઇ પટેલ તથા મંત્ર, તંત્ર અને યંત્ર પુસ્તકના લેખક તેજસ રાવલના હસ્તે કરવામાં આવ્યું હતું.
બી. કોમ થયેલા શ્વેતા ખત્રી પોતાના આ પુસ્તક લખવાની પ્રેરણા અંગે જીજીએનને જણાવે છે કે, 'આમ તો મને નાનપણથી જ આ બધી બાબતોમાં રસ હતો. તેમાયં ખાસ કરીને યોગ અને આધ્યાત્મિકતા મને વિશેષ આકર્ષતા. આ શોખને લીધે હું માઇન્ડ પાવરના વર્કશોપ પણ ભરતી હતી. પછી હું ધીરે ધીરે ટેરો કાર્ડ રિડીંગ શીખી. જેમ જેમ લોકોને તેના દ્વારા સચોટ માર્ગદર્શન મળતું ગયું તેમ તેમ લોકોનો મારા પર ભરોસો વધતો ગયો. અને મારો પણ આત્મવિશ્વાસ વધ્યો. '
ટેરોનું માર્ગદર્શન કેવી રીતે કામ કરે તે તે અંગે વિશેષ માહિતી આપતા શ્વેતા ખત્રી જણાવે છે કે, 'ટેરોના વિશ્લેષણ સબકોન્શિયસ માઇન્ડ સાથે સંકળાયેલા છે. એકવાર વ્યક્તિ તે વિશ્લેષણ પ્રમાણે ચાલે એટલે તેનું સબકોન્શિયસ માઇન્ડ તે જ પ્રમાણેના આદેશ અનુસરે છે. ટેરોના કાર્ડ પાછળથી એકસરખા જ હોય છે, જ્યારે સમસ્યા લઇને આવનાર વ્યક્તિ કાર્ડ પસંદ કરવા બેસે ત્યારે તેના સબકોન્શિયસ માઇન્ડને તો ખબર જ હોય છે કે તેણે કયું કાર્ડ પસંદ કરવું.'
ટેરો કાર્ડ રિડર તરીકે કરિયર વિકસાવી શકાય કે નહી અને તે કોણ કોણ શીખી શકે? તે પ્રશ્નનો જવાબ આપતા શ્વેતા ખત્રીએ જણાવ્યું કે, 'ચોક્કસપણે ટેરો કાર્ડ રિડર તરીકે ખૂબ સારી કરિયર વિકસાવી શકે છો .જો તમે સારું પ્રિડિક્શન કરી શકતા હો તેમ જ ઘેર બેઠા કામ કરવા માગતા હો તો આ ઘણી સારી કારર્કિર્દી છે. ગૃહિણીઓ, યંગસ્ટર્સ ઉપરાંત પ્રૌઢ વયના લોકો પણ ટેરો કાર્ડ રિડીંગ શીખી જ શકે છે.'
મોટા ભાગે ટેરો દ્વારા કેવા કેવા પ્રશનોનું માર્ગદર્શન મેળવવા ક્યા કયા વય જૂથના લોકો આવે છે? તે અંગે માહિતી આપતા લેખિકાએ કહ્યું કે, '25 થી 40 વર્ષની વય ધરાવતા લોકો બિઝનેસ, પ્રોફિટ, બાળકોનો અભ્યાસ, વ્યવસાયમાં ટર્નઓવર અને નફો, હેલ્થ, રિલેશનશીપ, કારર્કિર્દી અંગે લોકોના સવાલો વધારે હોય છે.'
શ્વેતા ખત્રી પાસેથી ટેરો કાર્ડ રિડીંગ શીખેલી એન્જિનિયરિંગની વિદ્યાર્થીની ધરા ગોહેલે પોતાના અનુભવ અંગે જણાવ્યું કે, 'હું મારી સમસ્યાઓનું માર્ગદર્શન ટેરો કાર્ડના માધ્યમથી જ મેળવતી હોઉં છું. અને ભવિષ્યમાં હું ટેરો કાર્ડ રિડર તરીકેનું કરિયર વિકસાવવા માટે પણ વિચારી રહી છું.'
MP / YS
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: