Home» Crime - Disaster» Crime» Surat police

વરાછા પોલીસે 109 કિલો ગાંજા સાથે એકને ઝડપી પાડયો...

જીજીએન ટીમ દ્વારા | April 19, 2014, 01:04 PM IST

સુરત :

રેલ્વે મારફતથી ગાંજો લાવીને સુરત વેચવા લાવેલા એક શખ્સને વરાછા પોલીસે કોબીંગ દરમિયાન ઝડપી પાડયો હતો. પોલીસે આ શખ્સ પાસેથી 109 કિલો ગાંજો, 6160 રોકડા રુપીયા તથા બે મોબાઇલ મળી કુલ્લે 6,65,888 ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તથા શંકર નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

વરાછા પોલીસ શુક્રવારની મોડી રાત્રે કોમ્બીંગમા હતી. દરમિયાન સુરત રેલ્વે સ્ટેશન પાસે આવેલી અશોકનગર ઝુપડપટ્ટી પાસે ટ્રેન પુલીંગ થતા ટ્રેન ઉભી રહી હતી. અને તેમાથી એક શખ્સ ગુણના પોટલા લઇને નીચે ઉતર્યો હતો. જેથી પોલીસને શંકા ગઇ હતી. અને આ ગુણના પોટલાની તપાસ કરતા તેમાથી ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી 109 કિલો ગાંજો , બે મોબાઇલ તથા 6160 રુપીયા રોકડા મળી કુલ્લે 6,65,888 ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પુછપરછમા તેને પોતાનુ નામ સંજય ઉર્ફે બાબલા ઉર્ફે સંજુ શાહુ જણાવ્યુ હતુ. તથા આ ગાંજો તે ઓરીસ્સાથી લાવીને સુરતમા અશોકનગર ઝુપડપટ્ટીમા રહેતો શંકર નામના શખ્સને વેચવા માટે આપવાનો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે શંકરને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %