Home» Crime - Disaster» Crime» Surat firing case

અડાજણ ફાયરીંગ પ્રકરણમા 2 શખ્શોની ધરપકડ

જીજીએન ટીમ દ્વારા | April 14, 2014, 02:28 PM IST

પ્રતિકાત્મક તસવીર

સુરત :

અડાજણ પાટિયા પાસે થયેલા ફાયરીંગ પ્રકરણમા સુરત પોલીસે મહત્વની સફળતા મેળવી છે. આ કેસ પોલીસ માટે બ્લાઇન્ડ સમાન હતો, જો કે ક્રાઇમબ્રાચની ટીમ તથા ટેકનિકલ ટીમને કારણે પોલીસે આ કેસમા બે આરોપીને ઝડપી પાડયા હતા. જો કે આ કેસમા ફાયરીંગ કરનાર મુખ્ય આરોપી એવા અફઝલ તથા સમીર નામના બે શખ્સો પોલીસ ગીરફતથી દુર છે. આ ફાયરીંગ સવા સો કરોડના હવાલા કૌભાંડમા કરવામા આવ્યુ હોવાનુ બહાર આવ્યુ હતુ.

ગોરાટ રોડ પર જિલાની કોમ્પલેક્સ ખાતે રહેતા અમજદ ફજલ દલાલ  જમીન દલાલીનું કામ કરે છે. 28 મી માર્ચે અમજદ દલાલ અડાજણ પાટિયા ધનમોરા કોમ્પલેક્સ પાસે આવેલી એક દુકાન નજીક ઉભા હતાજયા એકાએક મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યાઓએ ત્રણ વાર મિ. અફરોઝ એમ પૂછયુ હતુ અને ત્યાર બાદ અચાનક ગોળી મારીને પલાયન થઇ ગયા હતા.બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી. પેટમાં ગોળી વાગતા ઘવાયેલા અમજદ દલાલને તુરંત મહાવીર ટ્રોમામાં ખસેડાયા હતા. ઘટનાને પગલે રાંદેર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરિંગની ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પણ ઘટનાસ્થળે ધસી આવી તપાસ શરુ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી કેમેરા તથા ટેકનિલક વિભાગની મદદથી રોશન ચાવલા તથા સુરેશ બંસલ નામના રાજેસ્થાની બે યુવકોને ઝડપી પાડયા હતા. પોલીસ પુછપરછમા રોશને જણાવ્યુ હતુ કે અભીનેત્રી શીલ્પાશેટ્ટીને ધમકી આપવાના કેસમા ઝડપાયેલા ફઝલુ રહેમાન સાથે વર્ષ 2009 મા તેઓનો સંપર્ક થયો હતો. અને બાદમા જેલમાથી છુટયા બાદ રોશન તીહાર જેલમા ફઝલુ રહેમાનને મળવા ગયો હતો. જયા ફઝલુ રહેમાને અડરવલ્ડના બબલુ મિશ્રા નામના શખ્સ ની મુલાકાત રોશન સાથે કરાવી આપી હતી. બબલુએ રુપીયા સવા સો કરોડ રુપીયા અફરોઝ પાસે હવાલા પેટે લેવાના નીકળતા હતા. જો કે અફરોઝ આ રુપીયા આપવામા આનાકાની કરતો હતો. જેથી બબલુએ રોશનને અફરોઝ ફત્તાની સોપારી આપી હતી. સોપારી આપતા જ રોશનને બબલુ શ્રીવાસ્તવના માણસો મોન્ટુ િમશ્રા, અફઝલ , સમીર નામનો શખ્સ 27 ફેબ્રુઆરીના રોજ સુરત આવ્યા હતા. જયા તેઓએ રોશન તથા સુરેશ સાથે મીટીંગ કરીને અફરોઝ ફત્તાની રેંકી કરી હતી. બાદમા  તેઓ ફરી રોશન મારવાડી સાથે રીક્ષામા અફરોઝ ફત્તાની રેકી કરવા માટે આવ્યા હતા.  આ કામને પાર પાડવા માટે રોશને સેક્ન્ડ હેંડ બાઇક ખરીદી લીધી હતી. અને અફઝલ તથા સમીરને આ કામ પાર પાડવા માટે જણાવ્યુ હતુ. જયા અફઝલ અને સમીર 27 માર્ચેના રોજ અવધ એકસપ્રેસથી સુરત આવ્યા હતા. અને બીજે દિવસે આ કામને અંજામ આપીને મુંબઇ તરફ ભાગી છુટયા હતા.

હાલ આ કેસમા સુરત પોલીસે અડંરવલ્ડની દહેશતને પગલે કડક તપાસ આદરી છે. આ ઉપરાત તેઓએ જણાવ્યુ હતુ કે જરુર પડશે તો આ કેસમા અફરોઝ ફત્તાની પણ ધરપકડ કરવામા આવશે, હાલ પોલીસે આ કેસમા ફાયરીંગ કરનારા આરોપીને વોન્ટેડ જાહેર કરી ફાયરીંગ માટે વપરાયેલ પીસ્તોલ રીકવર કરવાની કવાયત હાથ ધરી છે.

CP/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %