
ચૂંટણી પંચની મંજુરી લીધા વગર ગોરાટ રોડ પર આવેલા એક ફાર્મ હાઉસમા જાહેરસભા સંબોધવાને લઇ કોગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઇ વિરુધ્ધ આચાર સંહિતાની ફરીયાદ નોંધાઇ હતી. જે ફરીયાદના આધારે રાદેંર પોલીસે તેઓની ધરપકડ કરી કોર્ટમા હાજર કર્યા હતા. જયા કોર્ટમા જામીન પર છુટકારો થયો હતો.
સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી નૈષધ દેસાઇ ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં તા. ૧૫ એપ્રિલના રોજ કોંગ્રેસના રાંદેરરોડના કાર્યાલય જેવા ગોરાટ રોડના સાંઇ ફાર્મમાં નૈષધ દેસાઇએ એક જાહેરસભા કરી હતી. આ જાહેરસભા અંગે તેમણે ચૂંટણી અધિકારી પાસે કોઇ મંજુરી લીધી નહીં હોવાથી તપાસ થઇ હતી.
તપાસના અંતે પશ્ચિમ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી આર.એન. ભોજકે ગઇકાલ શનિવારે રાંદેર પોલીસ સ્ટેશનમાં નૈષધ દેસાઇ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેમાં નૈષધ દેસાઇએ ચૂંટણી પંચની મંજુરી લીધા વગર જાહેરસભા યોજી આદર્શ આચારસંહિતાનો બંગ કર્યો હોવાથી તેમના વિરૃદ્ધ જાહેરનામા ભંગ બદલની ફરિયાદ દાખલ થઇ હતી. આ ફરિયાદ બાદ નૈષધ દેસાઇ રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થતાં તેમની સત્તાવાર ધરપકડ કરી ઇન્ચાર્જ કોર્ટમાં રજૂ કરાતા જામીન પર છોડી મુકવાનો હુકમ થયો હતો.
જામીન પર છૂટ્યા બાદ નૈષધ દેસાઇનાં ધરણા
સુરત કોગ્રેસના ઉમેદવાર એવા નૈષધદેસાઇએ રાંદેર ગોરાટ રોડ પર ચૂંટણી માટેની નાની જુથ સભા કરી હતી, જે અંગે રાદેર પોલીસે કલમ 188 લગાવીને નૈષધ દેસાઇની ધરપકડ કરી હતી. અને કોર્ટમાથી જામીન આપ્યા હતા. જે અંગે સુરત કલેકટર તથા પોલીસને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાથે નીચે દબાયેલા હોવાનુ જણાવીને તેઓને સેવામાથી મુકતી આપવાનુ જણાવી ચોક ખાતે ધારણા પ્રદર્શન કર્યુ હતુ.
CP/DP
Reader's Feedback: