Home» Gujarat» Surat» Surat 4 people died

માતાની મૂર્તિના વિસર્જનમા ગયેલા ચાર યુવાનો ડૂબ્યા

જીજીએન ટીમ દ્વારા | October 14, 2013, 03:29 PM IST

સુરત :

નવરાત્રિ પૂર્ણ થતાં માતાની નવ દિવસની ભક્તિ કર્યા બાદ શહેરભરમાં વિસર્જનનો માહોલ છવાયો હતો. જોકે, આ દરમિયાન વિસર્જન માટે સચિન ખરવાસા રોડ પર વકતાણા ગામ તળાવ ખાતે પહોંચેલા કેટલાક યુવકો પેકી પાંચ જણા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઇ પાંચ પૈકી એકને બચાવી લીધો હતો. જયારે અન્ય ચાર યુવાનો મૃત હાલતમા મળી આવતા સમગ્ર વિસ્તારમા અળેરાટી મચી જવા પામી હતી.

ડિંડોલી  નવા ગામના લક્ષ્મણનગરમાં બ્રાહ્મણી માતાની મૂર્તિ‌નું સ્થાપન કરવામાં આવ્યું હતું, જેના વિસર્જન માટે રવિવારે મહોલ્લાના રહેવાસીઓ ટ્રેકટરમાં બેસી ભારે ઉત્સાહ સાથે વકતાણા ગામે તળાવમાં વિર્સજન કરવા પહોંચ્યા હતા.પાંચેય યુવાનો મૂર્તિ‌ લઇને તળાવમાં ઉતર્યા તો ખરા પણ તેમને ખ્યાલ જ ન હતો કે તેઓ પાછા નહી ફરી શકે. મૂર્તિ‌ને વિસર્જીત કરવાની સાથે જ આ પાંચેય યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ દૃશ્ય જોઈ કિનારા પર ઊભેલા લોકોમાં ભારે ચીસાચીસ થવા લાગી હતી. આ પૈકી એક યુવાન ભારે જહેમત બાદ કિનારા સુધી આવી શક્યો હતો, જ્યારે અન્ય ચારનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે ધસી આવી આ ચારેય યુવાનોની શોધખોળ શરુ કરી હતી. દરમિયાન કલાકોની શોધખોળ બાદ આ ચારેય યુવાનોની લાશ મળી આવતા આસપાસના વિસ્તારોમા ચકચાર મચી જવા પામી હતી. લાશને પાણી માથી બહાર કાઢયા બાદ સ્થાનિક પોલીસે તેઓની લાશને પોસ્ટમર્ટમ અર્થે નવીસીવીલ હોસ્પીટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માતાની ભારેખમ મુર્તિ નીચે ત્રણ યુવાનો દબાયા હતા....

બચી જનાર યુવક જ્ઞાનેશ્ર્વર મહાજને જીજીએન સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે મૂર્તિ વિસર્જન માટે સ્થાનિક કોઈ હાજર ન રહેતા અમે જાતે જ વિસર્જન કરવા તળાવમાં ઉતર્યા. જેવું વિર્સજન કર્યુ તેની સાથે જ અમે બધા પાણીમાં પડી ગયા હતા, જેમાંથી ત્રણ જણા માતાજીની ભારેખમ મૂર્તિ‌ની નીચે દબાઈ ગયા અને અંદર ડૂબતાં ગયા જેના કારણે તેઓ બચાવવાનો પણ પ્રયત્ન ન કરી શક્યા. મેં તો મારાથી બનતી તાકાત લગાવી કિનારા તરફ આવવા માટે હાથ પગ ચલાવ્યા જેથી હું બચી ગયો. એ વખતે મને લાગ્યું કે ખરેખર મોત એક વેંત છેટું જ હતું ’ અમે જાતે જ તળાવમાં વિસર્જન કરવા ગયા પરંતુ ખ્યાલ જ નહોતો કે કેટલી ઊંડાઇ છે. 

મદદ કરવા જતા સ્પનિલ પણ કાળનો કોળિયો બન્યો.....

ડિંડોલીના ત્રણ યુવાન મિત્રોની સાથોસાથ ગોડાદરાનો સ્વપ્નીલ સાળી પણ કાળનો કોળિયો બની ગયો હતો. સ્વપ્નીલ માતાજીની માટલીનું વિસર્જન કરવા તળાવમાં ગયો હતો. વિસર્જન કરી તે પરત ફરતો હતો ત્યારે ડિંડોલીના યુવાનો માતાજીની ર્મૂતિનું વિસર્જન કરવા નીચે ઊતરી રહ્યા હતા. આ દરમિયાન બેલેન્સ ગુમાવી દેતા ત્રણ યુવાનો પટકાઇને ડૂબવા લાગ્યા હતા. નજીકમાંથી પસાર થઇ રહેલો સ્વપ્નીલ તેઓની મદદ માટે જતા તે પણ તળાવમાં ડૂબી ગયો હતો.

CP/DP

 

Tags:

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.91 %
નાં. હારી જશે. 19.44 %
કહીં ન શકાય. 0.65 %