ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને સ્પાઇસ જેટે આજે ત્રીજી વાર ભાવ ઘટાડાની જાહેરાત કરી છે. લૉ-કોસ્ટ એરલાઇન્સ સ્પાઇસ જેટે આજથી 3 દિવસ માટે સુપર સમર સેલ શરૂ કર્યો છે. જેમાં ટિકીટ બુકિંગ પર 75 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ મળશે.
ઉનાળાનાં દિવસોમાં બુકિંગને જોતા સ્પાઇસ જેટ દ્વારા છેલ્લા 1 મહિનામાં ત્રીજી વાર વિમાન ભાડામાં ઘટાડાની જાહેરાત કરી છે. 3 દિવસનાં સુપર સમર સેલમાં 1 એપ્રિલથી 30 જૂન સુધી હવાઇ યાત્રાની ટિકીટ બુકિંગ પર 75 ટકા સુધીની છૂટ મળશે.
આજે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સુપર સમર સેલ બુધવાર રાત્રિ સુધી યથાવત્ રહશે.
DP
Reader's Feedback: