ભારતીય સ્ટોક માર્કેટમાં આજે પણ નેગેટિવ કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 165 પોઇન્ટ ઘટીને 22,466 અને નિફ્ટી 46 પોઇન્ટ ઘટીને 6715નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં આજે મેટલ, બેંક, પાવર, ઑટો, એફએમસીજી, કૈપિટલ ગુડ્ઝ, રિયલ્ટી, ઑઇલ એન્ડ ગેસ અને ટેકનોલોજી સ્ટોકમાં ઘટાડો હતો.
હેવીવેઇટ સ્ટોકમાં ટાટા સ્ટીલ, એચયૂએલ, ટાટા પાવર, હિંદાલ્કો, બજાજ ઑટો, એસબીઆઇ, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંકનાં સ્ટોકમાં 2 થી 5 ટકાનો ઘટાડો હતો. જિંદાલ સ્ટીલનાં સ્ટોકમાં 9 ટકા, સેસા સ્ટરલાઇટનાં સ્ટોકમાં 2 ટકા, આઇએફસીઆઇમાં 1.25નો ઘટાડો નોંધાયો.
હેવીવેઇટ સ્ટોકમાં અંબુજા સિમેન્ટ, ગ્રાસિમ, બીપીસીએલ, એસીસી, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટનાં સ્ટોકમાં 2 ટકા સુધીની તેજી હતી.
DP
Reader's Feedback: