
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે નેગેટિવ કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 188 પોઇન્ટ ઘટીને 22,688 અને નિફ્ટી 58 પોઇન્ટ ઘટીને 6,783નાં લેવલે બંધ આવ્યા.
સ્ટોક માર્કેટમાં આજે કેઇર્ન ઇન્ડિયા, અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ, બીપીસીએલ, આઇટીસી, એનટીપીસી, એચયૂએલ, આઇસીઆઇસીઆઇ બેંક, હીરો મોટોનાં સ્ટોકમાં 2 થી 5 ટકાનો ઘટાડો હતો. જ્યારે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ડૉ.રેડ્ડીઝ, એચડીએફસી, એનએમડીસી, એક્સિસ બેંક, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાનાં સ્ટોકમાં 3 ટકા સુધીની તેજી હતી.
આ સપ્તાહે માર્કેટમાં નિફ્ટીમાં ફ્લેટ કારોબાર અને સેન્સેક્સ 0.3 ટકા મજબૂત થયો. જ્યારે બેંક નિફ્ટીમાં 2 ટકાની તેજી હતી. જ્યારે હેવીવેઇટ સ્ટોકમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 7.4 ટકા, એલએન્ડટી 6.4 ટકા, ભેલમાં 5.5 ટકા, એક્સિસ બેંકમાં 4.6 ટકા, ભારતી એરટેલમાં 5 ટકા, બેંક ઑફ બરોડનાં સ્ટોકમાં 5 ટકા, લ્યૂપિનમાં 4 ટકાની તેજી હતી.
DP
Reader's Feedback: