
માર્કેટમાં સતત તેજી સાથે કારોબાર થઇ રહ્યો છે. આજે નિફ્ટી રોલઓવરનાં દિવસે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઉંચાઇએ પહોંચ્યા. સેન્સેક્સ 118 પોઇન્ટ વધીને 22,876 અને નિફ્ટી 25 પોઇન્ટ વધીને 6,841નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં કેપિટલ ગુડ્ઝ, બેંક સ્ટોકમાં તેજી હતી. જ્યારે રિયલ્ટી, કંઝ્યૂરમ ડ્યૂરેબલ્સ, પાવર સ્ટોકમાં વેચવાલી હતી.
હેવીવેઇટ સ્ટોકમાં બેંક ઑફ બરોડા, કોટક મહિન્દ્રા બેંક, એલએન્ડટી, પંજાબ નેશનલ બેંક, અંબુજા સિમેન્ટ, ભેલ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં સ્ટોકમાં 1 થી 4 ટકા સુધીની તેજી હતી. જ્યારે કેઇર્ન ઇન્ડિયા, ડીએલએફ, આઇડીએફસી, બીપીસીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, વિપ્રો, ટાટા મોટર્સ, સેસા સ્ટરલાઇટનાં સ્ટોકમાં 3 ટકા સુધીનો ઘટાડો હતો.
મિડકેપ સ્ટોકમાં નૈટકો ફાર્મા, રૈલિસ ઇન્ડિયા, સનોફી ઇન્ડિયા, એલેમ્બિક ફાર્મા, બીએસટીનાં સ્ટોકમાં 5 થી 8 ટકાની તેજી હતી.
DP
Reader's Feedback: