ભારતીય સ્ટોક માર્કેટમાં આજે નેગેટિવ કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 56 પોઇન્ટ ઘટીને 22,632 અને નિફ્ટી 21 પોઇન્ટ તૂટીને 6761નાં લેવલે બંધ આવ્યા. મિડકૈપ અને સ્મૉલકૈપ સ્ટોકમાં 1 ટકાની તેજી હતી.
કૈપિટલ ગુડ્ઝ, ઑટો, મેટલ, એફએમસીજી, ઑઇલ એન્ડ ગેસ, આઇટી, ટેકનોલોજી સ્ટોકમાં આજે વેચવાલી હતી. જ્યારે હેલ્થકેર, રિયલ્ટી, બેંક સ્ટોકમાં તેજી હતી.
માર્કેટમાં આજે એશિયન પેઇન્ટ્સ, ભેલ, ગેઇલ ઇન્ડિયા, એચસીએલ ટૈક, એસીસી, હિંદાલ્કો, હીરો મોટોકોર્પ, એલએન્ડટી, ટાટા મોટર્સ, ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોલ ઇન્ડિયાનાં સ્ટોકમાં 1 થા 4 ટકાનો ઘટાડો હતો.
જ્યારે સિપ્લા, સન ફાર્મા, વિપ્રો, ડૉ.રેડ્ડીઝ, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઇ, બેંક ઑફ બરોડા, ટૈક મહિન્દ્રાનાં સ્ટોકમાં 3 ટકા સુધીની તેજી હતી.
DP
Reader's Feedback: