ભારતીય સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે કારોબાર હતો. સેન્સેક્સ 136 પોઇન્ટ વધીને 22,765 અને નિફ્ટી 38 પોઇન્ટ વધીને 6,818નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં કેપિટલ ગુડ્ઝ, બેંકિગ અને મેટલ સ્ટોકમાં ખરિદારી હતી. જ્યારે આઇટી, એફએમસીજી અને રિયલ્ટી સ્ટોકમાં સામાન્ય વેચવાલી હતી.
હેવીવેઇટ સ્ટોકમાં સેસા સ્ટરલાઇટ, એલએન્ડટી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પંજાબ નેશનલ બેંક, બીપીસીએલ, ભેલ અને ભારતી એરટેલનાં સ્ટોકમાં 3 થી 5 ટકાની તેજી હતી. જ્યારે વિપ્રો, એચયૂએલ, કેઇર્ન ઇન્ડિયા, પાવર ગ્રિડ, ડીએલએફ, આઇટીસી, સન ફાર્મા અને એચડીએફસીનાં સ્ટોકમાં 6 ટકા સુધીનો ઘટાડો હતો.
મિડકૈપ સ્ટોકમાં બાયોકૉન, એડલવાઇઝ, નૈટકો ફાર્મા, સોલર ઇન્ડસ્ટ્રીઝ, પૂર્વાંકરા પ્રોજેક્ટ્સનાં સ્ટોકમાં 5 થી 9 ટકાની તેજી હતી. જ્યારે સ્મૉલકેપ સ્ટોકમાં શાસૂન ફાર્મા, હોટલ લીલા, ટીટાગઢ વૈગંસ, સૂર્યા રોશનીનાં સ્ટોકમાં 14 થી 20 ટકાની તેજી હતી.
DP
Reader's Feedback: