Home» India» India Politics» The expected growth rate of 6 per cent chidambaram

ચાલુ વર્ષે વિકાસ દર 6 ટકા રહેવાની આશાઃ ચિદંબરમ

એજન્સી | May 01, 2014, 04:59 PM IST
the expected growth rate of 6 per cent chidambaram

નવી દિલ્હી :
નાણામંત્રી પી. ચિદંબરમે જણાવ્યું હતું કે ૉ, ચાલુ વર્ષે દેશમાં વિકાસદર વધીને 6 ટકા થઈ શકે છે. જે પાછલા બંને વર્ષોમાં પાંચ ટકાથી પણ ઓછો રહ્યો હતો. ચિદમ્બરમે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, વર્ષ 2014-15 વર્ષ 2013-14ની સરખામણીએ વધારે સારું રહેશે. મને લાગે છએ કે છ ટકા વિકાસદરનું લક્ષ્યાંક નક્કી કરવું જોઈએ અને તેને મેળવી શકાય છે.
 
નામામંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, સરકારે પહેલી એપ્રિલથી શરૂ થયેલા નાણાકીય વર્ષ માટે કોઈ વિકાસદર લક્ષ્ય નક્કી કર્યો નથી. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી બાદ સત્તામાં આવનારી નવી સરકાર વિકાસ દર નક્કી કરશે.
 
સીએસઓના આંકડા મુજબ દેશનો જીડીપી નાણાકીય વર્ષ 2012-13માં 4.5 ટકા રહ્યો છે. જે છેલ્લા એક દશકનો સૌથી નીચો વિકાસ દર હતો. 31 માર્ચ, 2014ના રોજ પૂરા થયેલા વર્ષમાં વિકાસ દર 4.9 ટકા રહ્યો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.96 %
નાં. હારી જશે. 18.59 %
કહીં ન શકાય. 0.45 %