Home» Business» General» Gdp growth in 2013 14 seen at 6 4 per cent

જીડીપી ગ્રોથ 6.4 ટકા રહેવાની શક્યતા

Agencies | April 23, 2013, 04:54 PM IST

નવી દિલ્હી :

વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતીએ વર્ષ નાણાકીય વર્ષ 2014 માટે આર્થિક વિકાસનું અનુમાન જાહેર કર્યુ છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતીનું માનવુ છે કે વર્ષ 2014માં જીડીપી ગ્રોથ 6.4 ટકા રહેશે. આર્થિક સલાહકાર સમિતીનાં ચેરમેન સી.રંગરાજને જણાવ્યુ કે નાણાકીય વર્ષ 2014માં ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ 4.9 ટકા અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ 7.7 ટકા રહેશે. કૃષિ ક્ષેત્રનો ગ્રોથ 3.5 ટકા અને મેન્યૂફૈક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 4 ટકા રહેવાનું અનુમાન છે.

સી. રંગરાજનનું માનવુ છે કે આર્થિક સુધારણા માટે સરકારે લીધેલા નિર્ણયોની અસર નાણાકિય વર્ષ 2014માં દેખાશે. જેમાં મેન્યૂફેક્ચરિંગ સેક્ટરનું પ્રદર્શન સારુ રહેવાનું અનુમાન છે. જો કે યૂરોઝોનની મંદી વધુ ઘેરી બને તેવી આશંકા છે.

નાણાકીય વર્ષ 2014માં મોંઘવારી દર 6 ટકાની આસપાસ જ્યારે ખાદ્ય મોંઘવારી દર 8 ટકાની આસપાસ રહેવાનું અનુમાન છે. 

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %