Home» Business» General» Lowest gdp of india

દેશનો જીડીપી ગ્રોથ દાયકાનાં સૌથી નીચલાં સ્તરે

IANS | May 31, 2013, 02:48 PM IST

નવી દિલ્હી :

દેશનો આર્થિક વિકાસ દર(જીડીપી) છેલ્લાં 10 વર્ષમાં સૌથી નીચલા સ્તરે આવી ગયો છે. નાણાંકીય વર્ષ 2012-13માં જીડીપી એક દાયકાનાં તૈના સૌથી નીચા સ્તર 5 ટકા પર આવી ગયો છે.

આર્થિક વિકાસ દર જાન્યુઆરી-માર્ચનાં ક્વાર્ટરમાં ઘટીને 4.8 ટકા રહ્યો છે જે નાણાંકીય વર્ષનાં આ ક્વાર્ટરમાં 5.1 ટકા હતો. કૃષિ, ફોરેસ્ટ્રી અને ફિશિંગમાં વિકાસદર 1.4 ટકા રહ્યો છે જ્યારે નિર્માણમાં 2.6 ટકા છે.

શુક્રવારે જાહેર થયેલાં સત્તાવાર આંકડા મુજબ નાણાંકીય વર્ષ 2012-2013નાં અંતિમ ક્વાર્ટર 31 માર્ચ, 2013સુધીમાં વિકાસ દર 4.8 ટકા રહ્યો, જે ગત નાણાંકીય વર્ષનાં આ ક્વાર્ટરમાં 5.1 ટકા હતો.

છેલ્લા એક દાયકાનો આર્થિક વિકાસ દર જોઈએ તો 2002-03માં 4 ટકા, 2003-04માં 8.1 ટકા રહ્યો હતો. જ્યારે 2004-05માં 7 ટકા, 2005-06માં 9.5 ટકા, 2006-07માં 9.6 ટકા જોવા મળ્યો હતો.

વર્ષ 2007-08માં જીડીપી 9.3 ટકા જેટલો ઊંચો ગયો હતો. જ્યારે વર્ષ 2008-09માં 6.7 ટકા, 2009-10માં 8.6 ટકા, 2010-11માં 9.3 ટકા રહ્યો હતો. વર્ષ 2011-12માં તે 6.2 ટકાએ હતો અને ચાલુ નાણાંકીય વર્ષ 2012-13માં તે દાયકાનાં સૌથી નીચાં સ્તર 5 ટકાએ રહ્યો છે.

KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %