Home» Business» International Trade» Growing threats to china economy

ચીનનાં અર્થતંત્ર પર મંદીનાં વાદળો

IANS | July 18, 2013, 05:23 PM IST

બીજીંગ : ચીનનાં અર્થતંત્રની ગતિ મંદ પડવા લાગી છે. નબળી વિદેશી માગનાં પગલે ઉત્પાદન અને મૂડીરોકાણ પર દબાણ આવતાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ ઘરેલુ ઉત્પાદનનો(જીડીપી) વૃદ્ધિદર ઘટીને ૭.૫ ટકા થઈ જતાં હવે અર્થતંત્રની કથળતી જતી સ્થિતિમાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટાં ચીનનાં અર્થતંત્રને ફરી પાટા પર ચડાવવાના સંકલ્પની કપરી કસોટી થઇ રહી છે.

અન્ય આંકડાઓ દર્શાવે છે કે અગાઉનાં વર્ષની તુલનાએ જૂનના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા આગાહી કરવામાં આવી હતી તેના કરતાં થોડા ઓછા જોવા મળ્યા છે, જોકે છૂટક વેચાણ અપેક્ષા કરતાં વધી રહ્યું છે.

આર્થિક વિકાસના વર્ષ પ્રતિવર્ષના છેલ્લામાં છેલ્લા આંકડાઓની રોઇટર્સ પોલમાં વચગાળાની જે ૭.૫ ટકાની આગાહી કરવામાં આવી હતી તેની સાથે તુલના કરતાં જણાય છે કે જાન્યુઆરી-માર્ચના ૭.૭ ટકાના વાર્ષિક વિકાસદરથી આર્થિક પ્રવૃત્તિની ગતિ મંદ પડી રહી છે.

'ચીનનાં અર્થતંત્ર પર ઘટાડા તરફનાં દબાણને વધારાતાં આ આંકડાઓ આશ્ચર્યજનક નથી' એવું શાંઘાઇમાં એએનેઝેડ બેંકના અર્થશાસ્ત્રી ઝાઉહાઓએ જણાવ્યું હતું.

અગાઉનાં વર્ષની તુલનાએ જૂનમાં નિકાસમાં આશ્ચર્યજનક ઘટાડાના ગત સપ્તાહના અહેવાલને પગલે ઓસ્ટ્રેલિયાની કાચી સામગ્રી માટેની ચીનની માગ પ્રત્યે અત્યંત સંવેદનશીલ ઓસ્ટ્રેલિયન ડોલર જીડીપીના આંકડા નબળા નથી એવી માન્યતાના આધારે વધ્યો હતો.

ચીનના આંકડાશાસ્ત્ર બ્યૂરોએ જણાવ્યું હતું કે વર્ષના પ્રથમ છમાસિક સમય ગાળામાં એકંદરે અર્થતંત્રની કામગીરી સ્થિર રહી હતી અને તમામ નિર્દેશ વાજબી મર્યાદાની અંદર હતા.

નવા વડાપ્રધાન લિ કેનકિયાંગ ઝડપી રાહે વિકાસ માટે આર્થિક સુધારાને આગળ ધપાવવા અગ્રેસર રહ્યા છે અને એવો નિર્દેશ આપ્યો છે કે સરકાર લંબાયેલી મંદીમાં અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા માટે નવેસરથી પ્રોત્સાહન આપવાની ઉતાવળમાં નથી.

જીડીપીના છેલ્લામાં છેલ્લા આંકડા સાથે છેલ્લા ૧૦ કવાર્ટરમાંથી નવમા કવાર્ટરમાં ચીનના વિકાસની ગતિ મંદ પડી છે.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %