Home» Business» Finance» New terms for online banking rbi gives suggestion

સુરક્ષાના હેતુથી ઓનલાઈન બેંકિંગના નિયમો બદલાશે

એજન્સી | April 29, 2014, 04:52 PM IST
new terms for online banking rbi gives suggestion

નવી દિલ્હી :
ઓનલાઈન બેંકિંગમાં છેતરપિંડીના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને ચિંતિત બનેલી ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ ટ્રાન્ઝેકશનની સુરક્ષા વધારવા માટે બે તરફી વેરિફિકેશન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આરબીઆઈએ ઓનલાઈન ટ્રાન્ઝેકશનને વધુ સુરક્ષિત બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કહ્યું છે કે, બેંકોએ ગ્રાહકોને ઘણા પ્રકારના ઓનલાઈન બેંકિંગ ટ્રાન્ઝેકશન સાથએ સંકળાયેલા ખતરાઓ અંગે જાણકારી આપવી જોઈએ.
 
ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેકશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વેરિફિકેશનની વિવિધ રીતોની પસંદગી કરવાનો વિકલ્પ મળવો જોઈએ. આરબીઆઈએ આરટીજીએસ, એનએફટી, સીબીએલઓ, ફોરેક્સ ક્લિયરિંગ, ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ ક્લિયરિંગ તથા ચેક ઈનકેશન સિસ્ટમ જેવી પીકેઆઈ ઈનેબલ્ડ ઈલેકટ્રોનિક પેમેન્ટમાં આ સિસ્ટમ લાગુ કરી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %