Home» Business» Finance» You will not get loan from bank

તો બેંકમાંથી લોન નહીં મળી શકે!

એજન્સી | January 17, 2014, 04:33 PM IST

નવી દિલ્હી :
બેંકમાંથી લોન લીધા પછી નાદારી નોંધાવવાની સમસ્યાથી પરેશાન બેંક લોન આપવાની પ્રક્રિયાને કડક બનાવવાની તૈયારીમાં છે. જે અંતર્ગત બેંક કર્મચારીઓ દ્વારા ગ્રાહકોની નાની નાની ભૂલોને નંજરઅંદાજ કરવાના વલણને બદલવાની તૈયારી છે. એપ્રિલથી શરૂ થનારા નવા નાણાકીય વર્ષ માટે નવી રણનીતિ બનાવવાની કવાયતમાં સૌથી વધુ બેંકો પણ આને સમર્થન આપી રહી છે.
 
જૂન 2013 સુધી બેંકોની એનપીએ 1.92 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ડિસેમ્બર 2013 સુધીમાં માત્ર કોર્પોરેટ દેવાનો આંક એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. 
 
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારી પ્રમાણે દર નાણાંકીય વર્ષ માટે બેંકો પોતાની યોજના તૈયાર કરે છે. જેમાં ઓછા જોખમ સાથે વધારે વેપાર કેવી રીતે કરી શકાય તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવે છે.  બેંકિંગ ઈન્ડસ્ટ્રી માટે આ વર્ષ સારું રહ્યું નથી.  આવામાં બેંકોની સોથી વધુ ધ્યાન નવી લોન આપવામાં લાપરવાહી ન રહે તેના પર રહેશે. ગ્રાહકોની પ્રોફાઈલ યોગ્ય રીતે ચકાસવામાં આવશે.
 
ઈન્ડિયન બેંકના અધિકારીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ સેકટરની સાથે સાથે રિટેલ સેકટરમાં પણ દેવામાં વધારો થયો છે. આ સમયે અમે લોન આપતી વખતે ગ્રાહકોની સંપૂર્ણ તપાસ કરવા પર ધ્યાન આપી રહ્યા છીએ. ઘણી વારે બેંક દ્વારા ક્રેડિટ કાર્ડના સેટલમેન્ટના રેકોર્ડને લોન આપતી વખતે ધ્યાનમાં લેવામાં આવતા નથી. તદ્ઉપરાંત ઘણા ગ્રાહકોનો ચેક પણ વારંવાર બાઉન્સ થાય છે. આવી વાતોની અવગણના કરવી જોઈએ નહીં. 
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %