Home» Business» Finance» Loan from bank in india rbi

બેંકમાંથી લોન લેવાનું પ્રમાણ 15 ટકા વધ્યું

એજન્સી | January 24, 2014, 05:26 PM IST

મુંબઈ :
ભારતીયો મોટા પ્રમાણમાં બેંકમાંથી લોન લઈ રહ્યા છે તેનો પુરાવો તાજેતરમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી પરથી મળે છે.
 
ચાલુ નાણાંકીય વર્ષના પહેલા નવ મહિના દરમિયાન બેંકોમાંથી લોન લેવાના પ્રમાણમાં 14.8 ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આ પ્રમાણ 14.3 ટકા હતું. રીઝર્વ બેંકની માહિતી પ્રમાણે સૌથી વધુ વધારો સેવા ક્ષેત્ર તથા વ્યક્તિગત લોનમાં થયો છે.
 
ડિસેમ્બર 2013માં કૃષિ ક્ષેત્ર તથા નોન બેંકિંગ નાણાંકીય કંપનીઓ (એનબીએફસી) દ્વારા આપવામાં આવેલી લોનનું પ્રમાણ ઓછું રહ્યું છે. ડિસેમ્બર 2012માં કૃષિ તથા તેને સંલગ્ન ક્ષેત્રોમાં લોનનું પ્રમાણ 18.3 ટકા  હતું, પરંતુ ડિસેમ્બર 2013માં તેનું પ્રમાણ માત્ર 11.5 ટકા જોવા મળ્યું હતું.
 
આરબીઆઈએ કહ્યું હતું કે આ દરમિયાન સેવા ક્ષેત્રમાં લોનનું પ્રમાણ ગત વર્ષના સમાનગાળાની 10.9 ટકાની સરખામણીએ વધીને 17.4 ટકાએ પહોંચ્યું હતું. આ પ્રકારે વ્યક્તિગત લોનનું પ્રમાણ પણ ડિસેમ્બર 2012ની 13.8 ટકાની તુલનાએ ડિસેમ્બર 2013માં વધીને 15.8 ટકા પર પહોંચી ગયું હતું.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %