દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ પ્રદીપ કુમારને પોતાની કોર્પોરેટ બેંકિંગના પ્રબંધ નિર્દેશક (એમડી) તરીકે નિયુક્ત કર્યા છે. એસબીઆઈ દ્રારા કહેવાયું છેકે પ્રદીપ કુમારની નિયુક્તિ 27 ડિસેમ્બરથી લાગુ થયેલી માનવામાં આવશે.
પ્રંબંધ નિર્દેશક તરીકે નિયુક્ત થયેલા પ્રદીપ કુમાર એક્ઝિક્યુટિવ પદ પણ ગ્રહણ કરશે. નોંધનીય છેકે સ્ટેટીક વિષયમાં માસ્ટરની પદવી પ્રાપ્ત પ્રદિપ કુમાર વર્ષ 1976માં એસબીઆઈમાં પ્રોબેશનરી અધિકારી તરીકે નિયુક્ત હતાં. તે બેંકના ઘણાં અગત્યના પદ પર રહ્યાં છે. અમેરિકામાં બેંકના સંચાલન માટે પણ તેમની મહત્વની ભૂમિકા રહી હતી.
RP
Reader's Feedback: