Home» Business» Finance» Non maintenance of minimum balance should not be charged says rbi

બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ નહીં હોય તો પણ દંડ નહીં થાય

એજન્સી | February 03, 2014, 07:05 PM IST

મુંબઈ :
બેંકોમાં બચત ખાતું ખોલાવનારા માટે સારા સમાચાર છે. જો તમે લઘુત્તમ બેલેન્સ જાળવી રાખવામાં સફળ નહીં થાવ તો પણ દંડ નહીં લાગે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા યોજવામાં આવેલા એક સેમિનારમાં રજૂ કરવામાં આવેલી દરખાસ્ત પૈકીની આ એક દરખાસ્ત છે. હાલમાં બચતખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવામાં ન આવે તો બેંકો દ્વારા દંડ વસૂલવામાં આવે છે. દંડની રકમ બેંકો પર નિર્ભર હોય છે.
 
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર રઘુરામ રાજનની અધ્યક્ષતામાં મળેલી બેંકિંગ ઓમ્બુડ્સમેન કોન્ફરન્સમાં આ પ્રસ્તાવ આવ્યો હતો. આ ઉપરાંત અન્ય મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવમાં બેંક લોનના સમયે વહેલા ચૂકવણી પર સરચર્જ લે છે તેને નાબૂદ કરવામાં આવે તે પણ હતી.
 
ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (આઈબીએ) બેંકોને આ અંગે ટૂંક સમયમાં જ આદેશ આપી શકે છે. એસોસિએશન બેંકોને  કે ફ્લોટિંગ રેટ લોન પર પ્રી પેમેન્ટ પેનલ્ટી ન વસૂલવાનું કહી શકે છે. 
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %