આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ત્રિમાસિક નાણાકીય પોલીસિની જાહેરાત કરી દીધી છે. જેમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સીઆરઆર અને એમએસએફ યથાવત્ રાખવામાં આવ્યા છે.
નોંધનીય છેકે આરબીઆઈ દ્વારા આજે રજૂ કરવામાં આવેલી ક્રેડિટ પોલીસિમાં રેપો રેટ 8 ટકા, રિઝર્વ રેપો રેટ 7 ટકા અને સીઆરઆર 4 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યા છે. આરબીઆઈ દ્વારા એમએસએફ દરમાં પણ કોઈ ફેરફાર થયો નથી. જેને પરિણામે તે પણ 9 ટકા પર યથાવત રહેશે. આ ઉપરાંત રઘુરામ રાજને જણાવ્યું હતું કે મોંઘવારી હજુ દેશની ચિંતાનો વિષય છે અને તેના માટે શક્ય હશે તેટલા સરળ પગલા લેવામાં આવશે. જ્યાં સુધી મોંઘવારી દરમાં ઘટાડો નહી થાય ત્યાં સુધી વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. ઈએમઆઈમાં કોઈ વધારો થશે નહી.
આગામી નાણાકીય વર્ષમાં જીડીપીનો ગ્રોથ પાંચથી છ ટકા રહેવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2015માં રિટેલ ફુગાવો 8 ટકા અને હોલસેલ મોંઘવારી દર 5.8થી 6 ટકા રહેવાનો અનુમાન કરવામાં આવ્યુ છે.
જુઓ વિડીયો
RP
Reader's Feedback: