Home» Business» Finance» Government may launch plastic notes of rs 10 in 2014

આ વર્ષે આવી શકે છે પ્લાસ્ટિકની ચલણી નોટ

એજન્સી | February 07, 2014, 05:19 PM IST

નવી દિલ્હી :
દેશમાં વધતા જતા નકલી નોટોના કાળા કારોબારને નાથવા 2005 પહેલાંની નોટો ચલણમાંથી દૂર કરવાનો પગલું લીધાં બાદ સરકારે હવે રૂપિયા 10ની પ્લાસ્ટિક નોટ બજારમાં લાવવાનો નિર્ણય કર્યો છે.  આ વર્ષના બીજા છ માસિક દરમિયાન આ નોટ બજારમાં આવી શકે છે. 
 
રાજ્ય નાણાં મંત્રી નમો નારાયણ મીણાએ શુક્રવારે લોકસભામાં ભૂદેવ ચૌધરીના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, રૂ.10ની કિંમતની પ્લાસ્ટિક નોટ ચલણમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પસંદગીના પાંચ શહેરોમાં તેની ભૌગોલિક કે પર્યાવરણની વિવિધતાને ધ્યાનમાં લઈને 10 રૂપિયાની શ્રેણીની એક અબજ પ્લાસ્ટિક નોટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોચિ, મૈસુર, જયપુર, શિમલા તથા ભૂવનેશ્વર એમ પાંચ શહેરોમાં આ નોટ રજૂ કરાશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %