
સુરતમાં આવેલી એપીએમસી ફ્રૂટ માર્કેટમાં આજે સવારે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટુકડીએ દરોડા પાડ્યાં હતાં. જેમાં કેરી પકવતાં વેપારીઓ ગેરકાયદે રીતે કેરી પકવતા નજરે પડ્યાં હતાં. આ વેપારીઓ પાસેથી અંદાજે ૩૦ કિલો કાર્બાઈડ પાવડરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. અને અંદાજે બ હજાર કિલો કેરી પાલિકાએ કબ્જે કરી હતી.
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કેરીના વેપારીઓ તથા ફેરીયાઓ કેરીનો જથ્થો સંગ્રહ કરી રાખે છે. તેમજ આ કેરીને જલ્દી પકાવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરતા હોય છે. દર વર્ષે મનપાના આરોગ્ય તંત્ર દ્રારા હજ્જારો કિલો કાર્બાઇડથી પકવવામા આવતી કેરીઓ કબ્જે કરવામા આવતી હોય છે ત્યારે હાલમા જ સુરત મહાનગર પાલિકામા ફરીયાદ ઉઠવા પામી હતી કે એપીએમસી માર્કેટના કેરીના વેપારીઓ દ્રારા કાર્બાઇડ દ્રારા કેરી પકડવવામા આવે છે. જેના આધારે સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટુકડીને મળેલી બાતમીના આધારે સુરત એપીએમસી ફ્રુટ માર્કેટમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં અધિકારીઓને વેપારીઓ પાસેથી અંદાજે ૨૦૦૦ કિલો પકવેલી કેરી મળી હતી. આ સાથે કેરી પકવવામાં વારવામાં આવતો અંદાજે ૩૦ કિલો કાર્બાઈડનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કેરીઓ પાકેલી હોવાથી પાલિકાએ આ તમામ કેરીને નાશ કરવાની તજવીજ હાથ ધરી છે.
CP/DP
Reader's Feedback: