જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આરોગ્ય વિષયક ચેકીગ હાથ ધરાયું હતું. તેમજ કાર્બાઇડથી કેરી પકવતા ગોડાઉનોમાં ચેકીગ હાથ ધરવામાં આવેલ જેમાંથી કાર્બાઇડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાર્બાઇના જથ્થો જપ્ત કરાયો તેમાં બશીરભાઇ કેરી ગોડાઉન (સુભાષ માર્કેટ) પાસેથી ૧પ૦ પેકેટ, ઇકબાલ મામદ બાજરીયા પાસેથી ૭૦ પેકેટ, સાજીદભાઇ કેરીવાળા પાસેથી ૧૪૦ પેકેટ, અલીભાઇ ફ્રૂટવાળા પાસેથી ૩૦ પેકેટ, હારૂણભાઇ ફ્રૂટવાળા પાસેથી ૧૦ પેકેટ, હુશેનભાઇ ફ્રૂટવાળા પાસેથી પ૦ પેકેટ, હુશેનભાઇ લાલપરીયા પાસેથી પ૦ પેકેટ, યુસુફ કેરીવાળા પાસેથી પ૦ પેકેટ, ઇકબાલભાઇ હારૂણભાઇ ફ્રૂટવાળા પાસેથી ૬૦ પેકેટ, યુસુફ ઉમરભાઇ ફ્રૂટવાળા પાસેથી ૩૦૦ પેકેટ મળી આવ્યા છે.તેમજ શહેરમાં આવેલ તમામ આઇસ ફેકટરીઓમાં સુપર કલોરીનેશન જળવાઇ તેવા હેતુથી રજીસ્ટર નીભાવવા નોટિસો પાઠવી તાકીદ કરેલ છે.
શહેરમાં આવેલ તમામ આઇસ્ક્રીમ ઉત્પાદકો તેમજ આઇસ કેન્ડીના ઉત્પાદકોને ગરમીની સિઝનને ધ્યાને લઇ ડાયરેકટ દુધમાં માવાનો ઉપયોગ ટાળવા સુચનાઓ આપેલ છે તેમજ માવાનું વેચાણ કરતા વિક્રેતાઓને માવો ફેશ સ્ટોકમાં રાખવા તેમજ જરૂરી માત્રામાં મંગાવવા તેમજ ગ્રાહકોને માવાનો ઉપયોગ ડાયરેકટ દુધમાં ન કરવા નોટિસો પાઠવી તાકીદ કરવામાં આવેલ છે તેમજ ૪પ૦ કીલો જેટલા સડેલા-બગડેલા ફુટના નાશ કરાયા હતાં. આ ઉપરાંત રણજીત રોડ ઉપરથી તારીખ કે લેબલ વગરના સરબતનાં પેપ્સી પેક પાઉચો મળી આવતા કુલ પ૦૦૦ નંગનો ડમ્પીંગ સાઇડ ઉપર નાશ કરવામાં આવેલ તથા આવા પેપ્સી પાઉચો ન રાખવા નોટિસ પાઠવી તાકીદ કરવામાં આવેલ છે.
શહેરની જુદી-જુદી શાકમાર્કેટો જેવી કે સુભાષ શાકમાર્કેટ, રણજીતનગર શાક માર્કેટ, ખોડીયાર કોલોની, કડીયાવાડ શાક માર્કેટમાં ઇન્સ્પેકશન કરી કુલ ૩૭૦ કી.ગ્રા. સડેલા/કાપેલા ફુટ શાકભાજીનો નાશ કરેલ તથા પ૨૦૦ નંગ રીસાયકલ પ્લાસ્ટીક ઝબલા જપ્ત કરવામાં આવેલ છે. શહેરમાં આવેલ જુદી-જુદી હોટલો, રેસ્ટોરન્ટો, ફાસ્ટફુડની પેઢીઓમાં ઇન્સ્પેકશન કરી આરોગ્યના ઉચ્ચતમ ધોરણો જળવાઇ તેવા હેતુથી સફાઇ, સ્વચ્છતા, પાણીની ઓવર હેડ ટેંકની સફાઇ વગેરેની સુચના અપાઇ છે.
DP
જામનગર: ૯પ૦ કિલો બગડેલાં-સડેલાં શાક-ફ્રૂટનો નાશ કરાયો
જામનગર :
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: