Home» Gujarat» Central Gujarat» State level football competition at jambughoda

જાંબુઘોડા: રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધા યોજાઇ

જીજીએન ટીમ દ્વારા | October 26, 2012, 12:40 PM IST

જાંબુઘોડા :

જાંબુઘોડાના નારૂકોટમાં આવેલ પીલુ મોદી ડોન બોસ્કો હાઇસ્કૂલમાં રાજ્યકક્ષાની ભાઇઓ, બહેનોની ફૂટબોલસ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ગુજરાતના 24 જિલ્લાઓએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર બહેનોની ફૂટબોલસ્પર્ધાનું આયોજન કરાયું હતું.

સેવા અને સાંસ્કૃતિક વિભાગ-ગાંધીનગર, જિલ્લા રમત-ગમત અધિકારી-પંચમહાલ તથા પીલુ મોદી હાઇસ્કૂલ નારૂકોટના સહયોગથી ગ્રામીણ ભાઇઓ, બહેનો અન્ડર-16ની ગુજરાત રાજ્યની ફૂટબોલસ્પર્ધાનું આયોજન જાંબુઘોડાના નારૂકોટમાં કરવામાં આવ્યું હતું. જેમાં ભાઇઓની 22 અને બહેનોની 19 ટીમો હાજર  રહી હતી. જેમાં ફાઇનલ ભાઇઓની ટીમમાં વડોદરા અને સુરત જિલ્લા રહ્યા હતા.

રાજ્યમાં સૌપ્રથમવાર બહેનોની ફૂટબોલસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 19 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પાટણ જિલ્લાએ પ્રથમ અને પંચમહાલની જિલ્લાની પીલુ મોદી હાઇસ્કૂલની બહેનોની ટીમ બીજા સ્થાને રહી હતી. તાજેતરમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા ખેલાડીઓ દિલ્હી ખાતે યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા જશે.

DT / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %