Home» Education» Vocational Education» Spining competition at rajkot

રાજકોટમાં રાષ્ટ્રીય કાંતણ સ્પર્ધા

જીજીએન ટીમ દ્વારા | September 25, 2013, 03:33 PM IST

રાજકોટ : રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કાંતણ સ્પર્ધા અને કાંતનારાઓનું સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકોએ ભાગ લીધો હતો.

સ્વ.જમનાદાશભાઈ કે જેઓએ પોતાની જાહો-જલાલી ભરી જિંદગી ઠુકરાવી દઈને રાજકોટની રાષ્ટ્રીય શાળાના ખાદી કામમાં જોડાયા હતા. દિવસ રાત કરીને તેમણે રાષ્ટ્રીય શાળાના ખાદીકામને વેગવંતી બનાવી હતી. ખાદી કામ એ એક જ લક્ષ્ય સાથે તેઓ આ કામને વળગી રહ્યા હતા. સાચો સેવાયજ્ઞ કોને કહેવાય તેનું ઉતમ ઉદાહરણ જમનાદાસભાઈ એ પૂરું પડ્યું હતું.

જમનાદાસભાઈના અવસાન બાદ પણ તેમના પરિવારના સહયોગથી આ સેવાયજ્ઞ ચાલુ જ રાખવામાં આવ્યો હતો. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય શાળા ખાતે કાંતણ સ્પર્ધા અને કાંતનારાઓનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં હરખભેર આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો આ સ્પર્ધામાં જોડાયા હતા અને સમાજના વિવિધ અગ્રણીઓ દ્વારા આ સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

JJ/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %