વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરનાં કારણે ભર ઉનાળે જામનગર સહિત સૌરાષ્ટ્રનાં મોટા ભાગના વિસ્તારોમાં પરમદિવસે કમોસમી વરસાદ- કરાં પડયા બાદ ગઈકાલે બીજા દિવસે પણ તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક સ્થળોએ કરા પડયા હતા. જામનગર જિલ્લામાં કાલાવડ, લાલપુર પંથકમાં અડધોથી દોઢ ઈંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. તોફાની પવન અને કરાં સાથે વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકશાની થવા પામી છે.
જામનગર જિલ્લામાં લાલપુર પંથકમાં ગઈકાલે બપોરે ૩થી ૫ વચ્ચે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે કરાં સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેમાં લાલપુરમાં અડધો ઈંચ તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારો નાનદોરી, વીજપર, ચોરબેરી, નાના ખડબા, મોટા ખડબા, મોટા ભરૃડીયા, વાવડી, વીજપુર તથા મોરીલામાં કરાં સાથે એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
કમોસમી વરસાદનાં કારણે લાલપુર પંથકમાં ખેતરોમાં પાણી ભરાતા ખેતી પાકને નુકશાની થવા પામી હતી. ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. મોટા ખડબામાં પ્રવીણસિંહ બ્રિજરાજસિંહ જાડેજાની વાડીમાં વીજળી ત્રાટકતા બળદનું મોત નિપજ્યું હતું.
કાલાવડ અને આસપાસનાં વિસ્તારોમાં સાંજે ૫થી ૫-૪૫ કલાક દરમ્યાન ભારે પવન સાથે અડધો ઈંચ વરસાદ વરસી જતાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતાં. જામનગરમાં આજે સવારે અસહ્ય બફારો અને ઉકળાટ અનુભવાયો હતો. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા વાદળછાંયા હવામાન વચ્ચે ઝાપટું વરસી ગયું હતું. કલ્યાણપુર પંથકમાં પણ ઝાપટું વરસી જતા માર્ગો ભીના થયા હતાં. જામનગર શહેર - જિલ્લામાં સતત ત્રીજા દિવસે હવામાનમાં પલટા સાથે સોમવારે બપોર બાદ આકાશમાં ધેરાયેલા વાદળોએ લાલપુર અને કાલાવડ ગ્રામ્ય પંથકમાં હળવા ભારે ઝાપટાથી દોઢેક ઇંચ જેટલો વરસાદ વરસ્યાના વાવડ મળ્યા છે.કાલાવડ પંથકમાં પોણો ઇંચથી વધુ તો લાલપુર ગ્રામ્યમાં એકથીદોઢ ઇંચ જેટલુ પાણી વરસ્યાના અહેવાલ સાંપડયા છે.
જામનગર સહિત કાલાવડ,ધ્રોલ-જોડીયા, ભાણવડ, જામજોધપુર, કાલાવડ અને લાલપુર પંથકમાં સોમવારે બપોર બાદ ફરી આકાશમાં કાળા ડીંબાગ વાદળોની હડીયાપટ્ટી સાથે ચૈત્ર માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. કાલાવડમાં સાંજે પાંચેક વાગ્યાના સુમારે ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.લગભગ અડધો કલાક સુધી અવિરત હળવા ભારે ઝાપટાએ પોણો ઇંચથી વધુ પાણી વરસાવ્યુ હોવાના અહેવાલ સાંપડયા છે.
તાલુકાના નાની ભગેડી અને મોટી ભગેડીમાં કરા સાથે તેમજ હરીપર, ખંઢેરા, રણુજા સહિતના ગ્રામ્ય પંથકમાં અડધાથી એકાદ ઇંચ જેટલા વરસાદના અહેવાલ સાંપડયા છે. લાલપુરમાં બપોરથી છવાયેલા મેધાવી માહોલ વચ્ચે સાંજે સવા ચાર વાગ્યાના સુમારે કરા સાથે સામાન્ય ઝાપટા વરસ્યા હતા.ત્યારબાદ પણ ગાજ વિજ સાથે વરસાદી માહોલ યથાવત રહયો હતો અને પાંચ વાગ્યા બાદ ફરી શરૂ થયેલા હળવા વરસાદી ઝાપટાઓએ માર્ગો ભીના કર્યા હતા. લાલપુરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા સાથે જ વિજરાણીએ રૂષણા લીધા હતા. તાલુકાના નાંદુરી, ભરૂડીયા, મોટા ખડબા, નાના ખડબા, રીંજપર, મુરીલા, ચોરબેડી સહિતના ગ્રામ્ય પંથકમાં પણ એકથીદોઢ ઇંચ જેટલા વરસાદના વાવડ મળ્યા છે.જયારે ભાણવડ,જામજોધપુર અને ધ્રોલ પંથકમાં પણ સોમવારે મોડી સાંજ સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
DP
સૌરાષ્ટ્રમાં બીજે દિવસે પણ તોફાની પવન સાથે કમોસમી વરસાદ-કરાં
જામનગર :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: