અમેરિકાએ રશિયાને ચિમકી આપી છે કે જો તે યૂક્રેન પર પોતાનો પ્રભાવ યથાવત્ રાખશે તો તેઓ મૉસ્કો વિરુધ્ધ આગળની કાર્યવાહી કરવા તૈયાર છે.
વ્હાઇટ હાઉસનાં પ્રેસ સચિવ જે કાર્નીએ કહ્યુ કે રશિયા એ વાતને સારી રીતે સમજે છે કે તેણે યૂક્રેનમાં જે કાર્યવાહી કરી છે, તેને લઇને આંતરરાષ્ટ્રીય સમુદાયનો એક જ દ્રષ્ટિકોણ છે. જો રશિયા યૂક્રેનમાં સ્થિતી સ્થિર કરવા માટે અસ્થિર ગતિવિધિઓને રોકવા માટે કોઇ કાર્યવાહી નહી કેતો અમે બધા રશિયા સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ.
અમેરિકાએ કહ્યુ કે જો આવનારા દિવસોમાં રશિયા જપ્ત ઇમારતોમાંથી સૈનિકોને પરત બોલાવવાની જવાબદારીનું પાલન નહી કરે, તો અમે આગળની કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. વધુમાં કાર્નીએ કહ્યુ કે અમેરિકાની નજર યૂક્રેનની તમામ ઘટનાઓ પર છે.
DP
Reader's Feedback: