પ્રતિકાત્મક તસવીર
બાલી :ઑસ્ટ્રેલિયાથી ઇન્ડોનેશિયા જઇ રહેલા ઑસ્ટ્રેલિયન વર્જિન બ્લૂ એરલાઇન્સના વિમાનનું અપહરણ થયાનાં સમાચાર ખોટા સાબિત થતા છે. વાત એમ હતી કે નશામાં ધૂત એક મુસાફરે કૉકપિટમાં ઘુસવાનો પ્રયાસ કરતા પાયલટે હાઇજૈક કોડ બટન દબાવ્યુ હતુ. જેથી પ્લેનનાં અપહરણ થયાનાં સમાચાર વહેતા થયા હતા. બાદમાં પ્લેનને બાલી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યુ.
ઑસ્ટ્રેલિયન વર્જિન બ્લૂ એરક્રાફ્ટે બ્રિસબેનથી ઇન્ડોનેશિયા માટે ઉડાન ભરી હતી. ઇન્ડોનેશિયના ટ્રાન્સપોર્ટ વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ ઉડાન દરમિયાન કોઇ મુસાફરે પ્લેનની કૉકપીટમાં ઘુસવાનો પ્રયાસ કર્યો, જેથી પાયલટે હાઇજૈક કોડનું બટન દબાવ્યુ. બાદમાં પ્લેનને બાલી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યુ.
બાદમાં વર્જિન એરલાઇન્સનાં અધિકારીઓ પ્લેનનાં હાઇજૈકનાં અહેવાલનું ખંડન કર્યુ. તેમણે કહ્યુ કે નશામાં ઘુત એક મુસાફરે કૉકપિટમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો, જે બાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ. અને મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.
DP
Reader's Feedback: