
ઇજિપ્તની એક અદાલતે 683 લોકોને મોતની સજા ફરમાવી છે. જેમાં મુસ્લિમ બ્રધરહુડ પાર્ટીનાં નેતા મોહમ્મદ બાદીનો પણ સમાવેશ થાય છે. મુસ્લિમ બ્રધરહુડ પાર્ટી તેમના કટ્ટરપંથી ઇસ્લામિક વલણ માટે કુખ્યાત છે.
સરકારી વકીલનાં જણાવ્યા મુજબ કોર્ટે સોમવારે સવારે આ નિર્ણય સંભળાવ્યો. સાથે જ કોર્ટે માર્ચમાં જે 529 લોકોને મોતની સજા સંભળાવી હતી, તેમાથી 492 લોકોની સજા ઓછી કરી છે. અને મોટાભાગનાં લોકોને આજીવન કેદની સજા આપવામાં આવી છે.
સોમવારે જે લોકોને સજા સંભળાવવામાં આવી, તે દક્ષિણી મિન્યા પ્રાંતમાં પોલીસકર્મીની હત્યા માટે દોષિત ઠર્યા હતા. આ ઘટના 14 ઑગસ્ટની છે. જ્યારે મુસ્લિમ બ્રધરહુડનાં નેતા અને પદભ્રષ્ટ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરસીનાં સમર્થકોએ અનેક પોલીસકર્મીઓની હત્યા કરી હતી.
DP
Reader's Feedback: