મિસ્રની અદાલતે મોર્સીના સમર્થક મુસ્લિમ બ્રધરહુડનાં 529 સભ્યોને મોતની સજા સંભળાવી છે. તેમના પર એક પોલીસ અધિકારીની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
દુનિયાના ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં એક સાથે આટલા બધા લોકોને મોતની સજા સંભળાવામાં આવી છે. આ તમામ લોકોને મિન્યાના મતાયા જિલ્લાના પોલીસ સ્ટેશનના ઉપ કમાંડર મુસ્તફા અલ અતરની હત્યાના આરોપ સર મોતની સજા સંભળાવામાં આવી છે. આ સંગઠનમાં આશરે 545 જેટલા સભ્યો છે.
તેમના પર એક પોલીસ કર્મી સહિત અન્ય ત્રણ લોકોની હત્યાનો પણ આરોપ છે. કેસની સુનવણી દરમ્યાન 150 આરોપીઓ અદાલતમાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે મુર્સી સમર્થકોએ ગત ઓગસ્ટમાં હિંસક પ્રદર્શન કર્યું હતું, જેમાં કેટલાય લોકોના મૃત્યુ થયા હતા.
RP
Reader's Feedback: