
ચૂંટણીનાં મોસમ છવાયો છે, ત્યારે હવામાન વિભાગે નિરાશ કરે તેવા સમાચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ કે આ વખતે ચોમાસુ સામાન્ય કરતા નબળુ રહશે. છેલ્લા 4 વર્ષનાં સારા વરસાદ બાદ આ વર્ષે 95 ટકા વરસાદ નોંધાય એવી આગાહી કરી છે.
હવામાન વિભાગનાં અધિકારીઓએ જણાવ્યુ કે અલ-નીનો પ્રભાવને કારણે વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની અપેક્ષા છે. આ ચોમાસા દરમિયાન 95 ટકા વરસાદ થઇ શકે છે. જેમા 5 ટકાની વધ – ઘટ થઇ શકે છે. અધિકારીઓએ જણાવ્યુ છે 90 થી 96 ટકા વચ્ચેનો વરસાદ સામાન્ય કરતા ઓછા વરસાદની શ્રેણીમાં આવે છે. જ્યારે 96 થી 104 ટકા વરસાદ સામાન્ય વરસાદ માનવામાં આવે છે.
સાઉથ એસિયન ક્લાઇમેટ આઉટલૂક ફોરમ મુજબ દેશનો મોટો હિસ્સો, જેમા પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ભારતનો સમાવેશ થાય છે, ત્યા સામાન્ય કરતા ઓછો વરસાદ થશે. જ્યારે પૂર્વી હિસ્સો ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને પૂર્વોત્તર ભારતનાં તમામ ક્ષેત્રમાં સામાન્ય વરસાદ થશે.
સામાન્ય કરતા ઓછો વરસાદનાં પૂર્વાનુમાનનાં સમાચાર ખેડૂતોને નિરાશ કરનારા સમાચાર છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, અને દેશનાં ખેડૂતો વરસાદ પર જ નિર્ભર હોય છે
DP
Reader's Feedback: