ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને કોળી સમાજના અગ્રણી એવા પરસોતમભાઈ સોલંકી આજે પાર્ટીના પ્રચાર અર્થે જસદણ આવ્યા હોય તેમના હેલીકોપ્ટરમાંથી રોકડા પોણા બે લાખ રૂપિયા મળી આવતા આ અંગે ચુંટણી પંચ દ્વારા કામગીરી શરુ કરવામાં આવી હતી.
હેલીકોપ્ટરમાંથી રોકડ રકમ મળી આવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. પરસોતમ સોલંકી વિછીયામાં સભા હોય અને મોહન કુંડારિયાનાં ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવાનું હોય તેથી હેલીકોપ્ટર મારફતે જસદણ આવ્યા હતા. જે હેલિકૉપ્ટરમાં રોકડ રકમ હતી.
આચારસંહિતાની અમલવારી હોવા છતાં ભાજપના અગ્રણી રોકડ સાથે પકડતા તે આ રોકડનો શું ઉપયોગ કરવાનો હતો અને ક્યાંથી લઇ આવ્યા હતા, તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. નિયમ મુજબ કોઇ પણ ઉમેદવાર પોતાની સાથે રૂ. 1 લાખની રોકડ રકમ રાખી શકતો હોય છે. પરંતુ 75 હજાર વધુ મળી આવતા રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ અંગે ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગવામાં આવ્યુ છે.
DP
Reader's Feedback: