સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા ગત તારીખ 21 ના રોજ એફ વાય બી કોમ બીજા સેમેસ્ટરની બીઝનેસ એડ્મીનીસટ્રેસનનું પેપર સવારે લેવાનું હતું આ પેપર લીક થઇ ગયું હોય અને સોસીયલ મીડિયામાં ફરવા લાગતા કુલપતિ દ્વારા આ પેપર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્શો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે આજે પેપર લીક કરનાર 3 વિદ્યાર્થીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા લેવામાં આવતી એફ વાય બી કોમની બીઝનેસ એડ્મીનીસટ્રેસનનું પેપર વોટ્સપમાં લીક થઇ જતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરનાર અજાણ્યા શખ્શો સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્શોને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી હતી.
દરમિયાન મળેલી ખાનગી હકીકતના આધારે પોલીસે યુનીવર્સીટી નજીક આવેલ ગ્લોરિયસ કોલેજમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓને ઝડપ્યા હતા. અને તેમના મોબાઈલ ચેક કરતા તેમના મોબાઈલમાંથી લીક કરવામાં આવેલ પેપરના ફોટોગ્રાફ મળી આવ્યા હતા. પોલીસે ગ્લોરીયસ કોલેજમાં અભ્યાસ કરતા દેવાંગ જાની, ગૌરવ ડાંગર અને જયેશ ઘોલાણીયા નામના ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય સુત્રધાર દેવાંગ જાની પોતે ગ્લોરિયસ કોલેજમાં બીસીએના થર્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને એફવાય બી.કોમમાં કોલેજમાં હેડ સુપર વાઈઝર તરીકે નિમાયેલો છે. જેથી પોતે જ આ પેપરનો ફોટો પાડીને વોટ્સએપમાં અપલોડ કર્યો હતો. અને બાકીના બંને વિદ્યાર્થીઓ ગૌરવ અને જયેશે આ ફોટો રીસીવ કર્યો હતો અને આ રીતે પેપર લીક કરવાનું કૌભાંડ આચર્યું હતું. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ત્રણ મોબાઈલ સહિતની મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
JJ/DP
Reader's Feedback: