સેમસંગ ગેલેક્ષી ટૈબ 3 નિયોની કિંમતમાં ઘટાડો થયો છે. આ ટૈબલેટ હવે 12,740 રૂપિયામાં વેચાઇ રહ્યુ છે. સેમસંગ ગેલેક્ષી ટૈબ 3 નિયો માર્ચ 2014 કંપનીએ માર્ચ 2014માં 16,750ની કિંમતે ભારતમાં લૉન્ચ કર્યુ હતુ. હવે તેની કિંમત 4010 રૂપિયા ઓછી થઇ છે.
સેમસંગ ગેલેક્ષી ટૈબ 3 નિયોમાં 1024*600 પિક્સલ્સ રેઝોલ્યૂશન ધરાવતી 7 ઇંચની ડિસ્પ્લે છે. 1.2 ગીગાહટ્ઝનું પ્રોસેસર અને 1 જીબી રૈમ છે. ફોન એન્ડ્રોઇડ 4.2 જેલીબીન સાથે સેમસંગ ટચવિજ યૂઆઇ પર આધારિત છે. ટૈબલેટમાં 8 જીબીનું ઇન્ટર્નલ સ્ટોરેજ છે. અને 32 જીબી સુધીનું મેમરી કાર્ડ સપોર્ટેડ છે. 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. જ્યારે 3600mAhની બેટરી છે.
DP
Reader's Feedback: