સેમસંગ ફોનનો ઉપયોગ કરતાં વપરાશકારો માટે સારા સમાચાર છે. કંપની દ્વારા ગેલેક્સી બીમ 2 પ્રોજેકટર ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને કંપનીની ચીનની વેબસાઈટ પર દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે કંપની દ્વારા આની કિંમત અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
કંપની દ્વારા પહેલો પ્રોજેકટર ફોન સેમસંગ ગેલેકસી બીમ 2012માં 29,900ની કિંમતે ભારતમાં લોન્ચ કરાયો હતો. સેમસંગ ગેલેકસી બીમ 2માં એક બિલ્ટ ઈન મિની પ્રોજેક્ટર છે. મેટાલિક ડિઝાઈનવાળો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 4.2 જેલીબીન પર ચાલે છે. જેમાં WVGA (480x800 પિક્સલ) રિઝોલ્યુશનવાળું 4.66 ઈંચનું ડિસ્પ્લે છે.
આમાં 1.2 GHz ક્વોડ કોર પ્રોસેસર છે. જેમાં 64 જીબી સુધીનું માઈક્રો એસડી કાર્ડ લગાવી શકાય છે. પાછળની બાજુએ 5 મેગાપિક્સલનો કેમેરો છે. ફ્રન્ટ કેમેરો 0.3 મેગાપિક્સલનો કેમેરો છે. બેટરી 2600mAh છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 3જી, વાઈ-ફાઈ, માઈક્રો યુએસબી, એ-જીપીએસ, ગ્લોનાસ તથા બ્લૂટૂથનો સમાવેશ થાય છે.
MP
Reader's Feedback: