સેમસંગ ગેલેક્ષી S5ની કિંમતમાં ઘટાડો થયો છે. જો કે સેમસંગ કંપનીએ હજુ ઑફિશિયલ જાહેરાત નથી કરી. પણ ઑનલાઇન શૉપિંગ સાઇટ પર સેમસંગનો આ ફ્લેગશિપ સ્માર્ટફોન હવે 46,400 રૂપિયામાં મળી રહ્યો છે.
11 એપ્રિલ 2014નાં રોજ સેમસંગ ગેલેક્ષી S5નું વેચાણ ભારતમાં 51,500 રૂપિયામાં શરૂ કર્યુ હતુ. અને હાલમાં ફોનની કિંમતમાં 5100 રૂપિયાનો ઘટાડો છે.
સેમસંગ ગેલેક્ષી S5ની કિંમત ઘટવાનું કારણે એચટીસીવન M8 માનવામાં આવે છે. એચટીસીએ 49,900માં M8 ફોન લૉન્ચ કર્યો છે.
સેમસંગ S5નાં ફિચર્સ
- ફોનમાં 16 મેગા પિક્સલનો કેમેરો છે, જે 4k વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે.
- 5.1 ઈંચની એમોલેડ સ્ક્રીન ધરાવતા ફોનનું રિઝોલ્યુશન 1920x1080 પિક્સલ છે.
- આ ફોનમાં ઓએસ 4.4.2 એન્ડ્રોઈડ (કિટકેટ) છે.
- એક્ઝિનોસ ઓક્ટા કોર પ્રોસેસર તથા 2 જીબી રેમ છે.
- ફોનની ઈન્ટરનલ સ્ટોરેજ કેપેસિટિ 16 જીબી છે.
- માઈક્રો એસડી સ્લોટની સુવિધા પણ આપવામાં આવી છે.
- આ ફોન ડસ્ટ એન્ડ વોટર રેસિસ્ટેંટ છે.
- ફોનમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ છે.
- તદ્ઉપરાંત વાઈ-ફાઈ, બ્લૂટૂથ 4.0 અને એનએફસી (નિયર ફિલ્ડ કમ્યુનિકેશન) છે.
- ફોનની બેટરી 2800 એમએએચની છે તથા તેનું વજન 145 ગ્રામ છે.
Reader's Feedback: