Home» Business» Industrial» Rcom hikes call rates

આરકોમે કોલ રેટ વધાર્યા

એજન્સી | April 16, 2014, 06:29 PM IST
rcom hikes call rates

મુંબઈ :
ટેલિફોન ઓપરેટરો ગ્રાહકો પાસેથી કઈ રીતે નાણાં ખંખેરવા તેમાં લાગ્યા હોય તેમ લાગે છે. હજુ પસંદગીના રીચાર્જ વાઉચર પર પર વેલિડિટી ઘટાડ્યા બાદ આરકોમે કોલરેટ વધારી દીધા છે.
 
રિલાયન્સ કોમ્યુનિકેશને જાહેરાત કરી કે તેઓ પોતાના ગ્રાહક માટે પ્રીપેડ કૉલ રેટમાં 20%નો વધારો કરવા જઇ રહી છે. આ વધારો 25મી એપ્રિલથી અમલી બનશે. કોલ રેટમાં વધારાની જાહેરાત કરનાર રિલાયન્સ દેશની પહેલી ટેલિકોમ કંપની છે. આ ઉપરાંત ડિસ્કાઉન્ટ વગરના આઉટગોઇંગ કૉલ રેટને પ્રતિ સેકન્ડ 1.5 પૈસાથી વધારીને 1.6 પૈસા કરી દેવાયો છે. જ્યારે ટેરિફ અને પ્રમોશનલ પ્લાન્સના દરોમાં 20 ટકાનો વધારો કરાયો છે. 
 
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ગુરૂદીપ સિંહે  જણાવ્યું હતું કે, કંપનીએ આ જાહેરાત પોતાના નેટવર્ક પર પ્રતિ મિનિટ પ્રોફિટ વધારવાના ઉદેશથી કરી છે અને તેનાથી અમે ફ્રી અને ડિસ્કાઉન્ટેડ મિનિટ્સ અને વધતી ઇનપુટસ કિંમતને ઘટાડવામાં મદદ મળશે. કિંમતોમાં વધારાથી આવનારા કેટલાંક ક્વાર્ટસમાં કંપનીની રેવન્યુ પ્રતિ મિનિટમાં વધશે જે તેના ફાઇનાન્સિયલ પર્ફોમન્સને મજબૂત કરશે.
 
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે રિલાયન્સના આ પગલાંથી અન્ય ટેલિકોમ કંપનીઓ પણ કોલ રેટ વધારવાનો વિચાર કરી શકે છે. તેથી હવે જોવાનું એ રહે છે કે રિલાયન્સ પગલે કઈ કઈ કંપનીઓ કોલ રેટ વધારીને ગ્રાહકોની મુંઝવણમાં વધારો કરે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %