જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને આર્થિક કટોકટી વચ્ચે આજે રીર્ઝવ બેંક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. અગાઉના ગર્વનગર ડી.સુબ્બારાવાનો પાંચ વર્ષનો કાર્યકાળ બુધવારે પુરો થતા નવા ગવર્નર તરીકે રઘુરામ રાજને ચાર્જ સંભાળયો છે ત્યારે હવે તેમની પર અનેક જવાબદારીઓ છે.
રઘુરામ રાજન આરબીઆઈના 23મા ગવર્નર છે. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંક સમયથી નબળો પડતો રુપીયો અને સોના-ચાંદીની આયાત તેમજ બેંક રેટ સહીતના અનેક વિકટ પ્રશ્નો સાથે હાલ દેશની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે અને દેશની નાણાકીય તથા ખાસ કરીને બેંક પોલીસીસમાં અનેક સુધારાત્મક પગલા લેવાની જરુર છે ત્યારે નવા ગર્વનર રઘુરામ રાજન પાસેથી ખૂબ જ આશા સેવાઈ રહી છે.
ડી.સુબ્બારાવે ગવર્નર પદ છોડતા અને નવા ગવર્નર તરીકે રઘુરામને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે હાલ દેશ ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે આરબીઆઈના ગવર્નર તરીકે રઘુરામ જેવા સક્ષમ વ્યક્તિ બીજા કોઈ ન હોઈ શકે. રઘુરામ રાજન ઈન્ટરનેશનલ મોનિટર ફંડના મુખ્ય અર્થસાસ્ત્રી અને નાણાં મંત્રાલયના ચીફ ઈકોનોમિક એડવાઈઝર રહી ચક્યા છે.
SS/DP
Reader's Feedback: