(ઉપરોક્ત તસવીરમાં લોર્ડ વિલિંગ્ડન અને લેડી વિલિંગ્ડન લોર્ડ ઈરવીન અને લેડી ઈરવીન સાથે નજરે પડે છે-જમણી તરફનું યુગલ)
અમદાવાદ :કાઠિયાવાડના તમામ રજવાડાઓને સમારંભની વિગત દર્શાવતો પત્ર પાઠવી દેવામાં આવ્યો હતો. મુંબઈના ગવર્નર લોર્ડ વિલિંગ્ડન અને લેડી વિલિંગ્ડન કાઠિયાવાડના પ્રવાસે આવ્યાં હતાં.
ઢસા અને રાય-સાંકળીના દરબાર ગોપલદાસને પણ નિમંત્રણ મળ્યું હતું. આ નિમંત્રણથી મોટા ભાગના રાજાઓ ગવર્નર સામે પોતાની અલગ ભાત પડે, સાવ અલગ ઓળખ ઊભી થાય તે માટે ભાતભાતના ભપકાદાર પોશાક તૈયાર કરાવવાની કડાકુટમાં પડી ગયા હતા. કોઈએ ખાસ દરજી બેસાડ્યો હતો. મોંઘાદાટ કાપડનો ઉપયોગ કરવા લાગ્યા હતા. આ સમયે ગોપાલદાસ સામાન્ય પ્રજાજન જેવો પોશાક પહેરતા હતા. તેમણે કશો ફેરફાર કરાવ્યો નહોતો, જરૂર પણ જણાઈ નહોતી.
મિલન સમારોહમાં આખું કાઠિયાવાડ ભાતભાતના પોશાકમાં ઊભરતું હતું. એકએક રાજાનો પોશાક, એકએકથી ચઢિયાતો હતો. પોશાક અને આભૂષણો રજવાડાની ઓળખ ઊભી કરતા હતા. દરબારે રોજિંદા એવા સાદા પોશાકમાં જ હાજરી આપી.
ગવર્નર તરફથી નિમંત્રણ મળવું તે રાજ માટે પ્રતિષ્ઠા અને ગૌરવની બાબત ગણાય. આવા સમયે દરબાર સાદા પોશાકમાં ઉપસ્થિત રહે તે વાજબી ન લેખાય. રાજના સમજદાર વર્ગમાં ચર્ચા થવા લાગી. સલાહ પણ આપવામાં આવી. લીંબડીના ઠાકોર સાહેબ તરફથી રજવાડી પોશાકની દરખાસ્ત આવી છતાં દરબાર એક મટીને બે ન થયા.
રાજકોટમાં મિલન- સમારોહ યોજાયો. મિલન- સમારોહમાં આખું કાઠિયાવાડ ભાતભાતના પોશાકમાં ઊભરતું હતું. એકએક રાજાનો પોશાક, એકએકથી ચઢિયાતો હતો. પોશાક અને આભૂષણો રજવાડાની ઓળખ ઊભી કરતા હતા. દરબારે રોજિંદા એવા સાદા પોશાકમાં જ હાજરી આપી. આવા રંગબિલોરી ટાણે દરબારને સાદાં વસ્ત્રોમાં જોઈ ઘણા હસવા લાગ્યા. મેણાં-ટોણાં મારવા લાગ્યા. પણ દરબાર તો અબોલ જ રહ્યા.
મિલનની વ્યવસ્થામાં, રાજા કે તાલુકદારનું નામ બોલાય તે ઊભા થઇ ગવર્નરને મળવા જાય. નમન કરે, હાથ મિલાવે...પછી પોતાની બેઠકમાં પાછા બેસી જાય. નામ બોલાતાં હતાં. તેવામાં દરબાર ગોપાલદાસનું નામ બોલાયું. તેઓ ઊભા થયા અને ગવર્નર પાસે ગયા. હાથ મિલાવ્યા પછી ગવર્નરે ગોપાલદાસનો હાથ થોડીવાર માટે પકડી લીધો. અત્યાર સુધી જેટલા રાજાઓ ગવર્નરને મળ્યા હતા તે માત્ર ક્ષણ બે ક્ષણ પૂરતી ઔપચારિકતા જ નિભાવાતી હતી. જયારે દરબારની સાદાઈ જોઈ તેઓની સાથે ઓળખાણભરી વાતચીત કરી હતી અને સાંજના ચા-પાણીના મેળાવડામાં આવવા માટે પણ કહ્યું. પોતાના આગવા ઠાઠમાઠથી લથબથતા રાજવીઓ અચંબામાં પડી ગયા હતા.
દરબાર ગોપાલદાસ સાથે ગવર્નર આમ વાત કરે તે જોઈ નવાઈ લાગી હતી. દરબાર પાછા ફર્યા એટલે પૂછવા પણ લાગ્યા કે, ‘શું વાત કરી!?’
લોર્ડ, ગવર્નર કે પોલિટિકલ એજન્ટ તરફથી આવાં નિમંત્રણ પાઠવવામાં આવતાં તે મોટાભાગના પહેલાં, બીજાં, ત્રીજા એવા વર્ગનાં રજવાડાઓ જ હોય. અંગ્રેજ સરકાર તરફથી દરેક રજવાડાની કેટેગરી પાડવામાં આવી હતી. કેટેગરી પ્રમાણે અંગ્રેજ સરકાર તરફથી રાજાઓને માન-સન્માન કે ખિતાબ આપવામાં આવતા હતા.
પોતે અહીં આવ્યા ત્યારે જે મેણાં-ટોણાં સાંભળવાં પડ્યાં હતાં તેનો જવાબ આપવા માટેનો આ ઉત્તમ મોકો હતો. તેથી તેઓએ સાવ રમૂજમાં કહ્યું: ‘એ મને ખેડૂતને પૂછીપૂછીને શું પૂછે? કેટલાં ઢોર છે. ખેતીમાં કેવુંક છે...!’ સાંભાળનારા સૌ દંગ થઇ ગયા હતા અને મોં પર મેશ લીંપાઈ ગઈ હતી. કાળાંઠણક થઇ ગયા હતા અને સામે બોલે તો પણ શું બોલે!?
દરબારને પોતાને ચા-પાણી માટે ગવર્નરે નિમંત્રણ પાઠવ્યું એ આનંદ અને ગૌરવની બાબત હતી. પણ વાતને થોડી વિચારી લીધી હતી. પછી વિવેકપૂર્ણ રીતે નિમંત્રણની ના પાડી દીધી હતી.
લોર્ડ, ગવર્નર કે પોલિટિકલ એજન્ટ તરફથી આવાં નિમંત્રણ પાઠવવામાં આવતાં તે મોટાભાગના પહેલાં, બીજાં, ત્રીજા એવા વર્ગનાં રજવાડાઓ જ હોય. અંગ્રેજ સરકાર તરફથી દરેક રજવાડાની કેટેગરી પાડવામાં આવી હતી. કેટેગરી પ્રમાણે અંગ્રેજ સરકાર તરફથી રાજાઓને માન-સન્માન કે ખિતાબ આપવામાં આવતા હતા.
ઢસા અને રાય-સાંકળી તો છઠ્ઠા વર્ગનું રજવાડું કહેવાય. તેથી પોતાને અલગ તારવીને કહે તે તેમની મોટાઈ છે. પણ પોતાને જવું જોઈએ નહિ. જાય તે વાજબી કહેવાય નહિ. આમ સમજી દરબાર ગોપલદાસે સમજી, વિચારી સવિવેક ના પાડી દીધી.
આ બાબત લેડી વિલિંગ્ડનને જાણવા મળી. તેમને ગોપાલદાસ માટે વિશેષ માન ઊપજ્યું. પણ એક મૂંઝવણ તેઓને પણ પજવવા લાગી. આ બાબતનો રસ્તો શું કાઢવો? છેવટે કાઠિયાવાડના તમામ તાલુકદારને નિમંત્રણ પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું.
અને માત્ર ચા-પાણીનું નહિ પણ ભોજન સાથેનું. કાઠિયાવાડના તાલુકદારો, ગવર્નરના ભોજન સમારોહમાં ઉપસ્થિત રહ્યા તેવો આ પહેલો પ્રસંગ હતો અને માત્ર દરબાર ગોપાલદાસને આભારી હતો.
(વધુ આવતાં અંકે)
KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: