Home» Social Media » Facebook Funda» Privacy groups ask ftc to block facebook whatsapp deal

ફેસબુક-વોટ્સએપનો સોદો રદ થશે?

એજન્સી | March 07, 2014, 05:44 PM IST

સાન ફ્રાન્સિસકો :
ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગની 19 બિલિયન ડોલરની તાજેતરમાં થયેલી ડિલ હાલ ખતરામાં પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. પ્રોઈવસી એડવોકેટ્સએ અમિરકન રેગ્યુલેટરોને કહ્યું છે કે ફેસબુક દ્વારા મેસેજિંગ સર્વિસ વોટ્સએપનું હસ્તાંતરણ ત્યાં રોકી દેવામાં આવે કે જ્યાં સુધી તેઓ સ્પષ્ટતા ન કરી દે કે 450 મિલિયન વોટ્સએપ યૂઝર્સના પર્સનલ ડેટાનું ફેસબુક શું કરશે.
 
મોબાઈલ ફોન યૂઝર્સની પસંદગીની મેસેજિંગ સર્વિસ વોટ્સએપે લાંબા સમયથી એડવર્ટાઈઝિંગ માટે યૂઝર ડેટા કલેક્ટ નહીં કરવાનું પોતાનું વચન પાળ્યું છે, પરંતુ ફેસબુક દ્વારા ઓવરટેક કરવામાં આવ્યા બાદ પણ એવું જ રહેશે તે કહેવું ઘણું મુશ્કેલ છે.  બે નોન પ્રોફિટ ગ્રુપ્સ ઈલેકટ્રોનિક પ્રાઈવેસી ઈન્ફોર્મેશન સેન્ટર તથા સેન્ટર ફોર ડિજિટલ ડેમોક્રેસીએ ફેડરલ ટ્રેડ કમિશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.
 
આ ફરિયાદમાં રેગ્યુલેટરે આ ડીલમાં જાણવાની અરજી કરી છે કે ફેસબુક વોટ્સએપના યૂઝર મોબાઈલ ફોન નંબર અને મેટાડેટા સુધી કેટલી પહોંચ રાખે છે. દુનિયાની નંબર 1 સોશિયલ નેટવર્કિંગ સાઈટ પોતાના 1.2 મિલિયન યૂઝર્સની ઉંમર, જાતી અને અન્ય વિશેષતાઓ એડ્સ માટે વેચીને રેવન્યુ મેળવે છે.
 
ફેસબુકે આ અંગે એક નિવેદન બહાર પાડીને જાહેરાત કરી હતી કે, અમે વારંવાર કહીએ છીએ કે વોટ્સએપ એક અલગ કંપનીની જેમ જ કામ કરશે. અમે તેની પ્રાઈવેસી અને સિક્યોરિટીનો સંપૂર્ણ ખ્યા રાખીશું. 
 
વોટ્સએપ પોતાની સર્વિસ પર એડ દર્શાવતી નથી અને કેટલાક વપરાશકારો પાસેથી વાર્ષિક એક ડોલરની ફી લે છે. વોટ્સએપ યૂઝર્સના મોબાઈલ ફોન સ્ટોર કરે છે પરંતુ અન્ય ઓનલાઈન સર્વિસ જેવી કે તેના યૂઝર નેમ, ઈમેલ તથા અન્ય કોન્ટેક્ટ ઈન્ફોર્મેશન એકત્ર કરતી નથી.
 
ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વોટ્સએપ યૂઝર્સે ખબર જ નથી કે આ પ્રો પ્રાઈવેસી મેસેજિંગ સર્વિસની સાથે તેમનો ડેટા પણ ફેસબુકની ડેટા કલેકશન પ્રેક્ટિસના હાથે વેચાઈ ગયો છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %