કોલ ઈન્ડિયાની સબસિડિયરી વેસ્ટર્ન કોલ ફિલ્ડે કોલસાની તમામ કેટેગરીના ભાવમાં દસ ટકાનો વધારો કરી દેતાં મોટાભાગના રાજ્યમાં વિજળીના ભાવ વધે તેવી શક્યતા વર્તાઈ રહી છે. કોલસાના ઉંચા ભાવને કારણે જે રાજ્યોમાં વીજળીના ભાવ વધશે તેમાં ગુજરાત,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,કર્ણાટક,ઉતરપ્રદેશ છે. આ ઉપરાંત સિમેન્ટ કંપનીઓનો ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે. જેની અસસ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં પણ થશે.
મળતી માહિતી મુજબ, વેસ્ટ કોલ ફિલ્ડના મતે કોલસાના ભાવમાં વધારો જરૂરી હતો. ઉલ્લેખનીય છેકે વેસ્ટર્ન કોલ ફિલ્ડ અગાઉથી જ કોલ ઈન્ડિયા લિમિટેડની અન્ય સબસિડિયરી કરતાં દસ ટકા વધુ રેટ વસૂલ કરે છે. પરંતુ કંપની હજુ તેમાં વધારો કરવા માગે છે. આજે બુધવારે જાહેર કરવામાં આવેલ દસ ટકાનો વધારો વેસ્ટર્ન કોલ ફિલ્ડ અને સિંગરેની કોલરિજના ભાવ વચ્ચે ઐતિહાસિક રીતે સમાનતા લાવવા માટેની એક કોશિશ હતી. જોકે વેસ્ટ કોલ ફિલ્ડ કોલસાના ભાવમાં વીસ ટકાનો વધારો ઈચ્છતી હતી. પરંતુ કોલ ઇન્ડિયા લિ.ના બોર્ડે અત્યારે દસ ટકા વધારો કરવાનો નિર્ણય કર્યો છે.કોલસાના ભાવમાં થયેલો દસ ટકાનો વધારો ઉત્પાદન ક્ષેત્રને ઘણી અસર કરી જશે. જેની સૌથી મોટી અસર આમ આદમીની વીજળી અને કન્સ્ટ્રક્શન ઉપર પડશે.
RP
Reader's Feedback: