Home» Business» Finance» Now withdraw money from boi atms sans an account

હેં, બેંક ખાતા વગર પણ ATMમાંથી પૈસા નિકાળી શકાશે

એજન્સી | March 25, 2014, 05:38 PM IST

નવી દિલ્હી :
જાહેર ક્ષેત્રની જાણીતી બેંક ઓફ ઈન્ડિયા (બીઓઆઈ)એ રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજનનું સપનું સાકાર કરી દીધું છે. હવે લોકો ખાતા વગર પર બેંક એટીએમમાંથી પૈસા નિકાળી શકશે. બીઓઆઈ આ પ્રકારની સુવિધા શરૂ કરનારી દેશની પહેલી બેંક છે.
 
આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને ગત મહિને બેંકોને આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું કહ્યું હતું. જેના અંતગર્ત બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઈન્સ્ટેટ મની ટ્રાન્સફર (આઈએમટી) સેવા શરૂ કરી છે. 
 
બીઓઆઈના ચેરપર્સન એન્ડ એમડી વીઆર અય્યરે જણાવ્યું હતું કે, આરબીઆઈની આશા પર ખરી ઉતરવા માટે આઈએમટી સેવા શરી કરવામાં આવી છે. હવે બેંકના ખાતેદરો એવા લોકોને પણ પૈસા મોકલી શકશે કે જેમની પાસે ખાતા પણ  નથી. હાલમાં થોડા એટીએમને આઈએમટી સેવા સાથે સાંકળવામાં આવ્યા છે. 
 
20 દિવસોની અંદર તમામ એટીએમમાં આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવાની મદદથી દર મહિને 25 હજાર સુધીની રકમ નિકાળી શકાશે. પૈસા મોકલનાર ખાતાધારકે પ્રતિ ટ્રાન્ઝેકશને 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. 
 
ઉલ્લેખનીય છે કે બેંક ઓફ ઈન્ડિયાના દેશભરમાં 4000થી વધુ એટીએમ છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %