Home» Shabda Shrushti» Thought» Nilam doshi article about world mothers day

માતૃદિન: મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ..

Nilam Doshi | May 12, 2013, 12:16 PM IST

અમદાવાદ :

અચાનક ફરીથી જ મા યાદ આવી,
બધાયે દરદની દવા યાદ આવી...
-અહમદ મકરાણી


“મા”...આ એકાક્ષરી  શબ્દ વિશે આજ સુધી કેટકેટલું લખાતું રહ્યું છે.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ..
એથી મીઠી તે મોરી માત રે..
જનનીની જોડ સખી નહીં મળે રે લોલ..


નાનપણમાં આપણે સૌ આ કવિતા ભણી ગયા છીએ અનેક વાર ગાઇ ચૂકયા હશું. અને એ મમતાનો અનુભવ તો ડગલે ને પગલે કર્યો હશે. જેના વિષે લખીએ તો શબ્દ ને શાહી  ખૂટી જાય એ મા. ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી ન શકે માટે જ તેણે માનું સર્જન કર્યું છે એમ કહેવાય છે. સ્નેહની સર્વ કડીઓમાં સૌથી વડી.. નિર્વ્યાજ સ્નેહનું પ્રતીક એટલે મા.. એ મા ને કોઇ વ્યાખ્યામાં બાંધી ન શકાય. એક સામાન્ય પ્રસંગ યાદ આવે છે.
 

માને બિરદાવવા માટે આપણે માતૃદિન ઉજવીએ છીએ એ મજાની વાત છે. એ નિમિત્તે મા માટે કશુંક તો કરીએ છીએ! પરંતુ માતૃદિન એ કંઇ વરસમાં એકવાર નિભાવવાનો વહેવાર નથી. માતૃદિન એ તો ભીતરમાં રોજ રોજ ઊજવવાનો અવસર છે.

વરસાદની મોસમ હતી. બાર વરસનો કિશોર દીકરો વરસાદમાં ભીનો થઇને  ઘેર આવ્યો તેને આખો  ભીનો થયેલો જોઇને તેના પપ્પા ગુસ્સે થઇ ગયા અને કહ્યું, ‘સાવ ડોબા જેવો છે. ભાન નથી પડતું? ધ્યાન રાખવું જોઇએ ને? આવા વરસાદમાં ભીના થવાય? શરદી ઉધરસ થશે ને ત્યારે ભાઇસાહેબને ખબર પડશે.’

બાજુમાં તેનો મોટો ભાઇ ઉભો હતો તેણે કિશોરને કહ્યું, ‘તું યે ખરો છે.  અરે, વરસાદના દિવસો છે તો છત્રી લઇને જ બહાર જવું જોઇએ ને?’

મોટીબહેને ભાઇને સલાહ આપી કે વરસાદ બંધ થાય ત્યાં સુધી રાહ ન જોવાય? ક્યાંક રોકાઇ જવું હતું ને?  થોડી વાર પછી નીકળાય.’

ત્યારે મા ટુવાલ લેવા દોડી ગઇ હતી અને જલદી જલદી દીકરાના ભીના વાળ લૂછતી લૂછતી કહેતી હતી... ‘આ વરસાદ પણ સાવ નકામો છે. મારો દીકરો ઘેર આવી જાય ત્યાં સુધી થોભી નહોતું શકાતું?’

આ માનું દિલ છે.
 

એવી કોઈ મા નહીં હોય જેણે રાત્રે પડખું ફરતી વખતે પોતાનાં બાળકને કચડ્યું હોય, પણ પોતાના પોકળ સ્વાર્થ, સુખ અને સગવડો ખાતર માતાના સ્નેહસભર હૈયાને કઠોરતાથી કચડી છેતરામણા સુખ પાછળ ભમનારા દીકરાઓ આજે અનેક જગ્યાએ દેખાતાં રહે છે.

આવી માને બિરદાવવા માટે આપણે માતૃદિન ઉજવીએ છીએ એ મજાની વાત છે. એ નિમિત્તે મા માટે કશુંક તો કરીએ છીએ! પરંતુ માતૃદિન એ કંઇ વરસમાં એકવાર નિભાવવાનો વહેવાર નથી. માતૃદિન એ તો ભીતરમાં રોજ રોજ ઊજવવાનો અવસર છે. કહેવાયું છે કે માનું ઋણ ચૂકવવા જાય ને તો ખુદ ઇશ્વર પણ દેવાળિયો બની જાય!

જે શિશુનું રાત-દિવસ એક કરીને જતન કર્યું હોય, આંગળી પકડીને ચાલતા શીખવ્યું હોય તે શિશુ મોટુ થાય અને સક્ષમ બને, પાંખો ફૂટે એટલે પોતાના એક અલગ આકાશમાં ઊડી જાય એ સ્વાભાવિક છે. એનો અફસોસ ન હોય. કોઇ શિશુ કંઇ જીવનભર માના ખોળામાં લપાઇ ન રહે. પરંતુ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે એ પુખ્ત થયેલા શિશુને એકાએક મા વધારાની લાગવા માંડે. એનો સ્નેહ વેવલાવેડા કે ખોટા  લાગણીવેડા લાગવા માંડે અને એ માની ઉપેક્ષા કરવા લાગે. સંતાનો મોટા થાય છે, આગળ વધે છે. મા એની પ્રગતિ જોઇને રાજી થાય છે. ધીમે ધીમે એ વૃદ્ધ થાય છે. ડગલે ને પગલે એને સહારાની જરૂર વર્તાય છે ત્યારે? જે માએ આંગળી પકડીને ચાલતા શીખવ્યું છે એ માના થરથર ધ્રૂજતા હાથ ને કે ડગુમગુ થતા પગને સહારાની જરૂર પડે ત્યારે સંતાનની કોઇ ફરજ ખરી કે નહીં? આ કંઇ બદલો વાળવાની વાત નથી. આ તો સહજ સંસ્કાર છે.

એક વખત ઘરડાંઘરની મુલાકાતે ગઇ હતી ત્યાં એક મા જેને દીકરાએ તરછોડી દીધેલી તેવી મા પણ પોતાના એ દીકરાના ફોટાને છાતીએ વળગાડીને રડતી જોઈ હતી. કદાચ તેથી જ કહેવત પડી હશે કે છોરું કછોરૂં થાય પણ માવતર કમાવતર ન થાય.
 

તમારી સામે તમારું આખું ભવિષ્ય હશે, છે. પણ જે માએ તમને જન્મ આપ્યો છે, મોટાં કર્યા છે એ મા પાસે તો ભવિષ્યના જીવતરનો બચ્યો-કૂચ્યો થોડો ઘણો સમય જ હોય છે એ કદી ન ભૂલતા. એ સમયને સાચવી લેશો ને?

કહેવાયું  છે ને કે મા-બાપની આંખોમાં બે વાર અનહદ દુઃખના આંસુ ઊભરાય. એક તો લાડકડી દીકરી  લગ્ન પછી પહેલી વખત ઘર છોડે છે ત્યારે અને બીજું દીકરો માબાપને ઘરમાંથી અને દિલમાંથી જાકારો આપે, તરછોડે ત્યારે...!

એવી કોઈ મા નહીં હોય જેણે રાત્રે પડખું ફરતી વખતે પોતાનાં બાળકને કચડ્યું હોય, પણ પોતાના પોકળ સ્વાર્થ, સુખ અને સગવડો ખાતર માતાના સ્નેહસભર હૈયાને કઠોરતાથી કચડી છેતરામણા સુખ પાછળ ભમનારા દીકરાઓ આજે અનેક જગ્યાએ દેખાતાં રહે છે. વૃદ્ધાશ્રમોમાં રહેવા માટેના લાંબા વેઇટીંગ લિસ્ટ આ જ વાત સૂચવે છે ને?

આજે માતા-પિતાએ સંતાનો સાથે કેવી રીતે ઘરમાં રહેવું જોઇએ, કેવું વર્તન કરવું જોઇએ વગેરે અનેક સલાહો અપાય છે. એમાં કશું ખોટું પણ નથી. પરંતુ કોઇ પણ કારણ હોય મા-બાપને દિલમાંથી કે ઘરમાંથી  એ જાકારો આપવો એ ઉકેલ ને વ્યાજબી કહી શકાય ખરો? આ પંક્તિ ભૂલવા જેવી હરગિઝ નથી.

પીપળ પાન ખરંતી, હસતી કૂંપળિયા,
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા....


દીકરાઓ, તમારી સામે તમારું આખું ભવિષ્ય હશે, છે. પણ જે માએ તમને જન્મ આપ્યો છે, મોટાં કર્યા છે એ મા પાસે તો ભવિષ્યના જીવતરનો બચ્યો-કૂચ્યો થોડો ઘણો સમય જ હોય છે એ કદી ન ભૂલતા. એ સમયને સાચવી લેશો ને? મર્યા પછી માના કોઇ સ્મારક નહીં બનાવો કે કશું નહીં કરો તો ચાલશે પરંતુ જીવતી માને શાંતિ અને સંતોષ જરૂર આપશો. આજે માતૃદિને બસ આટલી વાત યાદ રાખીશું ને?

ND / KP

Nilam Doshi

Nilam Doshi

(નીલમ હરીશ દોશી સંન્નિષ્ઠ વાર્તાકાર છે. એમના બે પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ મળી ચૂકયાં છે. હકારાત્મક અભિગમ અને સંવેદનની સચ્ચાઇ એમના લખાણનું જમા પાસું રહ્યું છે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %