જીવનમાં કશું જ ન બચ્યું હોય એવું લાગે એવે સમયે પણ માણસ ટકી રહેતો હોય છે. કઇ શ્રદ્ધાના સહારે? જીવનની આખરી પળ સુધી એને ઝઝૂમવાનું બળ આપતી કોઇ કડી હોય તો એનું નામ આશા છે. આશા. હોપ. આ મધુર તાંતણામાં અદ્દભુત તાકાત રહેલી છે. ઘોર અંધકારમાં ક્યાંક પ્રકાશનું નાનકડું કિરણ જરૂર મળશે એવી આશને સહારે માનવી ચાલતો રહે છે. અફાટ રણમાંથી પસાર થતી વખતે ક્યાંક પાણી જરૂર દેખા દેશે એ આશા માનવીને ચાલકબળ પૂરું પાડે છે. અરે, જીવનની છેલ્લી ક્ષણોએ પણ કોઇ ચમત્કાર થશે અને પોતે બચી જશે એવી આશા માનવી છોડી શકતો નથી. જો એ આછીપાતળી..રહી-સહી આશાનું કિરણ ઝૂંટવાઇ જાય તો માનવી પડી ભાંગે છે. આશા એને જીવાડે છે. જીવનના સંઘર્ષો સામે લડવાની તાકાત આપે છે. એ તંતુ જ્યારે તૂટી જાય ત્યારે માનવીને આત્મહત્યા જેવા નબળા વિચારો સતાવે છે.
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આશા છે કે પછી જયાં સુધી આશા છે ત્યાં સુધી જીવન છે. બંને વાત સાચી જ છે. તેથી જ આશા અને જીવનને એકમેકના પૂરક કહેવાયા છે. જીવલેણ બીમારીમાથી સાજા થવાની આશા જો માનવી છોડી દે તો જીવનનો અંત આવતા વાર ન લાગે. એકવાર જો જીવનમાં નિરાશા વ્યાપી ગઇ તો માણસ ડિપ્રેશનમાં સરી જાય, હતાશ બનીને પડી ભાંગે. તેથી જ આશાની ચિનગારી સતત જલતી રહેવી જરૂરી છે. ચમત્કાર ગમે ત્યારે..ગમે તે ક્ષણે સર્જાઈ શકે છે.
આ સંદર્ભમાં એક વાત યાદ આવે છે.
એક ટેબલ પર ચાર મીણબતી મંદ મંદ પ્રકાશ રેલાવતી હતી. વાતાવરણમાં એક નીરવતા છવાયેલી હતી. એ નીરવતાનો ભંગ કરતી એક મીણબત્તી બોલી.
મારું નામ શ્રદ્ધા છે. સાંપ્રત સમયમાં એક માનવીને બીજા માનવી પર કોઇ વિશ્વાસ રહ્યો નથી. આશંકા, અશ્રદ્ધા, અવિશ્વાસના આ સામ્રાજયમાં મારું કોઇ સ્થાન નથી. મારી હવે કોઇને જરૂર લાગતી નથી. કોઇને મારામાં રસ રહ્યો નથી.
પહેલી મીણબત્તી કહે, “મારું નામ શાંતિ છે. આજે જગત આખામાં અંધાધૂંધી વ્યાપી ગઇ છે. લોકો એકબીજાના દુશ્મન બની ગયા છે. સાવ નજીવી કે તુચ્છ વાતમાં લોકો એકમેક સાથે ઝગડતા રહે છે. ઉગ્રતા, વેર,ઝેર અને તકરાર વિશ્વમાં ચોમેર ફેલાઇ ગયા છે. આવા સમયમાં મને જલતી રાખવામાં કોઇને રસ નથી. આવા અશાંતિના સમયમાં મારી કોઇને જરૂર નથી. માટે મારે મારું જીવન સમાપ્ત કરી દેવું જ વધારે યોગ્ય ગણાશે.” એમ કહીને શાંતિની જ્યોત બૂઝાઇ ગઇ.
ત્યાં પડેલી બીજી મીણબત્તીએ નિરાશાથી કહ્યું, “મારું નામ શ્રદ્ધા છે. સાંપ્રત સમયમાં એક માનવીને બીજા માનવી પર કોઇ વિશ્વાસ રહ્યો નથી. આશંકા, અશ્રદ્ધા, અવિશ્વાસના આ સામ્રાજયમાં મારું કોઇ સ્થાન નથી. મારી હવે કોઇને જરૂર લાગતી નથી. કોઇને મારામાં રસ રહ્યો નથી. માટે મારે હવે વધુ એક પણ પળ પ્રકાશિત રહેવાનો કોઇ અર્થ નથી. આવા વાતાવરણમાં મારું અસ્તિત્વ મને નિરર્થક લાગે છે.” એમ કહી શ્રદ્ધાની મીણબત્તી પણ હળવેકથી ઓલવાઇ ગઇ.
હવે ત્યાં રહેલી ત્રીજી મીણબત્તી કહે, “હું પ્રેમ છું. આજકાલ મારા નામને લોકોએ સાવ સસ્તું બનાવી દીધો છે. લોકો મારી વાતો બહુ કરે છે પણ મને સાચી રીતે ઓળખતા નથી. મને ઓળખવાનો એમનો દાવો સાવ પોકળ હોય છે. લોકો મારા મહત્વને સમજતા નથી. તેમણે મારા નામને કલંક લગાડી દીધું છે. અરે, માણસો પોતાના નિકટતમ લોકોને..પોતાના સ્વજનોને ચાહવાનું પણ ભૂલી ગયા છે. દરેક લોકો પ્રેમની મસમોટી વાતો કરે છે. પણ કોઇ મને પામવાનો પ્રયાસ કરતું નથી. કોઇ મને સમજતું નથી.” એટલું કહી પ્રેમની જ્યોત પણ ખામોશ થઇ ગઇ.
હું આશા છું. માનવમાત્રના અંતરમાં રહું છું. હું હમેશા માનવીનો સાથ નિભાવું છું. હું હજુ દૈદીપ્યમાન છું અને જયાં સુધી મારું અસ્તિત્વ છે ત્યાં સુધી તારે ડરવાની જરૂર નથી.
એવામાં એક માણસ ત્યાં આવ્યો. તેણે ચારે મીણબત્તી તરફ જોયું ત્રણ મીણબત્તીને બૂઝાઇ ગયેલી જોઇ તેણે એમને પૂછ્યું, “કોણે કહ્યું દુનિયામાં તમારી જરૂર નથી? તમારા વિના અમે કેમ જીવીશું? તમારે બધાએ તો અંત સુધી પ્રજ્વલિત રહેવાનુ હતું તમે કેમ ઓલવાઇ ગયા?”
આટલું બોલતાં બોલતાં એ માણસની આંખો છલકાઇ આવી. ત્યારે ચોથી મીણબત્તી એને આશ્વાસન આપતા બોલી ઉઠી, “ભાઇ, તું ડરીશ નહીં. હું આશા છું. માનવમાત્રના અંતરમાં રહું છું. હું હમેશા માનવીનો સાથ નિભાવું છું. હું હજુ દૈદીપ્યમાન છું અને જયાં સુધી મારું અસ્તિત્વ છે ત્યાં સુધી તારે ડરવાની જરૂર નથી. અપણે બંને સાથે મળીને આ બૂઝાયેલી મીણબત્તીઓને જરૂર પ્રજવલિત કરી શકીશું. હું તમારી પ્રેરણા બનીશ. મારી પ્રેરણા અને તારા સખત પરિશ્રમ વડે એક દિવસ આ ઓલવાયેલી મીણબત્તીઓ જરૂર ફરીથી પ્રજ્વલિત થશે.”
માનવીની આંખો ચમકી ઉઠી. એની આંખમાં આશાના દીપ ઝળહળી ઉઠ્યા. એણે સખત પરિશ્રમ આદર્યો. કોઇ પણ સંજોગોમાં આશાનો પાલવ તેણે છોડયો નહીં. નિરાશ થયો નહીં કે હાર્યો નહીં. અને આખરે એક દિવસ તેને સફળતા મળી. ભીતરમાં જલતી આશાની મીણત્તીની મદદથી પેલી બાકીની ત્રણે મીણબત્તીને ફરીથી પ્રગટાવીને જ તે જંપ્યો.
સાવ સાચી વાત છે ને? આશાનો તાંતણો જો જીવનમાં ટકી રહે તો એના સહારે ગમે તેવા વિપરીત સંજોગોનો પણ સફળતાપૂર્વક સામનો કરી શકાય છે. પરમના અંશરૂપ જીવનને નિરાશાની ગર્તામાં કેમ ધકેલી શકાય? આશા અમર છે એમ તેથી જ કહેવાયું હશે ને? Every cloud has a silver lining..એ કદી ન ભૂલીએ. આશાની એ ઉજળી કિનાર સૌના જીવનમાં ઝળહળી રહે એવી શુભેચ્છાઓ.
દોસ્તો, કઠિન સંજોગોમાં પણ આશાની જ્યોતને ટમટમતી જ રાખીશું ને?
ND / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: