સુરતની નર્મદ યુનિવર્સીટીમાં ગુણ સુધારવાનુ કૌભાંડ પકડાયું છે. ગયા જાન્યુઆરી મહીનામાં લેવાયેલી MBBSની પરીક્ષામાં ઉતરવહીની તપાસ દરમ્યાન કૌભાંડ સામે આવ્યું છે. નર્મદ યુનિવર્સીટીમાં આવતી વાલીયા મેડીકલ કોલેજમાં ભણતો વિદ્યાર્થી વારંવાર નાપાસ થતો હતો. છેલ્લા વખતે આપેલી SYMBBSની પરીક્ષામાં તેને પોતાની ઉતરવહી બ્લેડ વડે કાપી નાખી નિશાન છોડ્યા હતા. જે અંગેનું કૌભાડ સામે આવતા સોમવારના રોજ મેડીકલ ડીન તથા યુનિવર્સીટીના કુલપતિ વચ્ચે એક મીંટીગનુ આયોજન હાથ ધરાયુ હતુ. જેમા આ કૌભાંડ તથ્ય હોવાનુ સામે આવતા અધ્યાપક તથા વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામા આવ્યો હતો.
યુનિવર્સીટીના નિયમ પ્રમાણે ઉતરવહીનો વિભાગ 1 યુનિવર્સીટીના અધ્યાપક ચેક કરે જ્યારે વિભાગ 2 કોઈ બહારના અધ્યાપક પાસે ચેક કરવા માટે મોકલવામાં આવે છે. દરમિયાન એમબીબીએસના ત્રીજા વર્ષના એક વિદ્યાર્થીની વિભાગ 1 પુરવણી ચેક થયા બાદ વિભાગ 2 ચેક કરવા ગયેલી પુરવણી બહારના અધ્યાપકે વિદ્યાર્થીના માર્ક્સ સુધારી દીધા હતા પરંતુ તેમાં અધ્યાપકની સહી રહી ગઈ અને બીજીવાર અધ્યાપકની સહી કરવા ગયેલી ઉતરવહી પકડાઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
જે અંગે ત્યાના પ્રાધ્યાપકે આ અંગેની જાણ નમર્દ યુનિં.ના કુલપતિ ડો. દક્ષેશ ઠાકરને કરી હતી. જેની જાણ થતા જ દક્ષેશ ઠાકરે ચાર સભ્યોની કમીટી રચી કાઢી હતી. જેમા તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે એમબીબીએસના ત્રીજા વર્ષમા અભ્યાસ કરતા 00146 નંબરના વિઘાર્થીને પેપર નંબર 1 મા 17 ને બદલે 22 તથા પેપર નંબર 2 મા 6 ને બદલે 22 માર્કસ આપીને નાપાસ વિઘાર્થીને પાસ કરી દેવામા આવ્યો હતો. આ ધ્યાન ત્યારે ગયુ જયારે પુરવણીમા માક્સ પર વાઇટનર લગાવવામા આવ્યુ હતુ. જે કૌભાંડ અંગે તથ્ય સાબિત થઇ જતા આજરોજ કુલપતિએ આ અંગે પ્રાધ્યાપક તથા વિઘાર્થી સામે કડકમા કડક સજા કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કૌભાંડ આચરનારો વિઘાર્થી વર્ષ 2008-9 મા વાલીયા કોલેજમા અભ્યાસ કરતો હતો. જો કે કોલેજ બંધ થતા હાઇકોર્ટના આદેશનુસાર તેને સુરત ગવર્મેન્ટ કોલેજમા એડમીશન મળ્યુ હતુ.
DP
Reader's Feedback: