Home» India» India Politics» Mulayam not even fit to sweep pm house beni prasad verma

મુલાયમ ઝાડુ પણ લગાવી શકે એમ નથીઃ બેની

IANS | July 03, 2013, 12:13 PM IST

નવી દિલ્હી : કેન્દ્રીયમંત્રી બેનીપ્રસાદ વર્માએ ફરી નવો વિવાદ છેડ્યો છે. તેઓએ કહ્યુ હતુ કે સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ મુલાયમસિંહ યાદવ વડાપ્રધાન આવાસમાં ઝાડુ લગાવવા માટે પણ યોગ્ય નથી. જેના પછી કોંગ્રેસે વર્માની ઝાટકણી  કાઢી હતી.

ઉત્તરપ્રદેશના ફૈઝાબાદમાં એક કાર્યક્રમમાં 77 વર્ષીય વર્માએ કહ્યુ હતુ કે યાદવ વડાપ્રધાન બનવા ઈચ્છે છે પણ તેઓએ વડાપ્રધાનના નિવાસસ્થાને ઝાડૂ લગાવવાની નોકરી મેળવવા કોશિશ કરવી જોઈએ. તેઓએ ટીપ્પણી કરી હતી કે સપા જુઠ્ઠાણા અને છળ આધારીત પાર્ટી છે અને કોંગ્રેસ તેને સમાપ્ત કરી દેશે.

એકસમયે વર્મા મુલાયમની નજીક રહી ચૂકયા છે. પરંતુ અમરસિંહ આવ્યા બાદ તેઓને એકતરફ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ 2009ની લોકસભા ચૂંટણી અગાઉ તેઓ કોંગ્રેસમાં આવી ગયા હતા.

દરમ્યાન મુલાયમ વિરુદ્ધની બેનીપ્રસાદની આ ટીપ્પણીનો કોંગ્રેસે અસ્વીકાર કરતા કહ્યુ હતુ કે આ ખેદજનક છે અને પાર્ટી આ ટીપ્પણીથી અલગ છે.

કોંગ્રેસ પ્રવક્તા અફઝલે કહ્યુ હતુ કે મને ખ્યાલ નથી કે તેમણે આવી કોઈ વાત કરી છે. પણ જો તેમણે આવું કંઈ કહ્યુ છે તો ખૂબ ખેદજનક છે. મુલાયમસિંહ યાદવ એક મોટા નેતા છે અને લાંબા સમયથી રાજકારણમાં છે. કોંગ્રેસ આ પ્રકારની ટીપ્પણીથી ખુદને અલગ રાખે છે. કોંગ્રેસને તેની સાથે લેવાદેવા નથી.

જ્યારે પુછવામાં આવ્યુ કે વર્મા વિરુદ્ધ કોંગ્રેસ કોઈ શિસ્તભંગના પગલાં લેશે તો અફઝલે આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે તેઓ કેન્દ્રીયમંત્રી છે, પાર્ટી કેવી રીતે પગલાં લઈ શકે. એ પછી તેમને પુછવામાં આવ્યુ કે તો શું વડાપ્રધાને આ મામલે કાર્યવાહી કરવી જોઈએ તો તેમણે કહ્યુ હતુ કે ના એવી કોઈ વાત નથી. આ પછી તેઓએ અનેક પ્રશ્નોના જવાબ ટાળ્યા હતા.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %